ભારતીય રૂપિયો 67 પૈસા ઘટીને, 87.29 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો.
નવી દિલ્હી, ૦૩ ફેબ્રુઆરી (હિ.સ.) બજેટ પછી અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શરૂઆતના ટ્રેડિંગમાં ભારતીય ચલણ રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રૂપિયો 67 પૈસા ઘટીને 87.29 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો.
પૈસા


નવી દિલ્હી, ૦૩ ફેબ્રુઆરી (હિ.સ.) બજેટ પછી અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ

દિવસે સોમવારે શરૂઆતના ટ્રેડિંગમાં ભારતીય ચલણ રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રૂપિયો 67 પૈસા ઘટીને 87.29 પ્રતિ ડોલરના

સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો.

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, રૂપિયો 87.૦૦ પ્રતિ

ડોલર પર ખુલ્યો અને શરૂઆતના વેપાર પછી ભારતીય રૂપિયો 67 પૈસા ઘટીને 87.29 પર સ્થિર

થયો. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો

સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવે છે, તે 1.30 ટકા વધીને 109.77 પર પહોંચ્યો.

ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે,” વિદેશી બજારોમાં યુએસ

ચલણના વ્યાપક મજબૂતીકરણને કારણે રૂપિયો દબાણ હેઠળ રહ્યો છે.જેમાં વિદેશી

મૂડીના સતત પ્રવાહ અને તેલ આયાતકારો તરફથી ડોલરની સતત માંગનો સમાવેશ થાય છે.”

વેપારીઓએ જણાવ્યું હતું કે,” યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન

પર ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી વેપાર સંઘર્ષની આશંકાને કારણે

રૂપિયો ગગડ્યો હતો.”

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે શુક્રવારે ભારતીય ચલણ રૂપિયો

અમેરિકન ચલણ સામે 86.62 પર બંધ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે

કેનેડા અને મેક્સિકો પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ

લાદ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande