મોડાસા, 22 જાન્યુઆરી (હિ.સ.). મેઘરજ તાલુકાના ઇસરી પોલીસે ઇસરી ખાનપુર રોડ ઉપરથી બાઈક પર લઈ જવા તો રૂ.૨૧ હજાર ના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી દાર દ્વારા મળેલ બાતમીના આધારે ઇસરી ખાનપુર રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી નંબર વગરની બાઇક આવતા બાઇકને રોકી તપાસ કરતા બાઈક પાછળ મુકેલ થેલામાં વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો નંગ ૧૯૨ જેની કિંમત રૂ. ૨૧.૮૬૪ નંબર વગરની બાઈક જેની કિંમત રૂ. ૨૦.૦૦૦ બે મોબાઇલ ની કિંમત રૂ. ૨.૦૦૦ મળી કુલ રૂપિયા ૪૩,૮૬૪ ના પ્રોહીબીશન મુદ્દા માલ સાથે બે શખ્સો જીગ્નેશ સુરેશભાઈ વરસાત રહે. વાઘપુર તા. ભિલોડા અને મિતેશકુમાર અરવિંદભાઈ ગામેતી રહે. પાણીબાર મેઘરજ ને ઝડપી પાડી તેમના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ