ગાંધીનગર, 4 ફેબ્રુઆરી (હિ.સ.) :
ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર છે.
આ સમગ્ર ચૂંટણી પ્રકિયા દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ખાતે કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. કન્ટ્રોલ રૂમમાં કાર્યરત ટેલીફોન નંબર તથ ફેક્ષની વિગત તથા કંટ્રોલરૂમની કામગીરી નો સમય આ મુજબ છે.
તા. 15/02/2025ના રોજ કંટ્રોલરૂમની કામગીરી નો સમય સવારના 10 વાગ્યાથી રાત્રીના 09 વાગ્યા સુધી રહેશે. આજ રીતે તા. 16/02/2025 ના રોજ સવારના 07 વાગ્યાથી રાત્રીના 09 વાગ્યા સુધી કંટ્રોલરૂમની કામગીરી ચાલુ રહેશે તેમજ તા. 18/02/2025 ના રોજસવારના 08 વાગ્યાથી રાત્રીના 09 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ ની કામગીરી ચાલુ રહેશે. આ ત્રણેય દિવસ દરમિયાન ટેલીફોન નંબર 079232 55951, 079 232 55953, 079 232 57381, 079 232 57383 તથા ફેક્સ નંબર 079 232 52885 પર સંપર્ક કરી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ