ચિરાગ પાસવાન, બુધવારે ઇન્ડસફૂડ 2025ની 8મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે
-ઇન્ડસફૂડ 2025માં ખાદ્ય અને પીણાં, કૃષિ ટેકનોલોજી અને ઉત્પાદન પર વિશેષ ભાર નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન, 8 જાન્યુઆરી, 2025ના રોજ ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ગ્
િહ્


-ઇન્ડસફૂડ 2025માં ખાદ્ય અને

પીણાં, કૃષિ ટેકનોલોજી

અને ઉત્પાદન પર વિશેષ ભાર

નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ

મંત્રી ચિરાગ પાસવાન, 8 જાન્યુઆરી, 2025ના રોજ ગૌતમ

બુદ્ધ નગર જિલ્લામાં ગ્રેટર નોઈડા સ્થિત ઈન્ડિયા એક્સપોઝિશન માર્ટ લિમિટેડ (આઈઇએમએલ) ખાતે, ઈન્ડસફૂડ 2025ની 8મી આવૃત્તિનું

ઉદ્ઘાટન કરશે.

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”આ વખતે ઇન્ડસફૂડ 2025માં 30થી વધુ દેશોના 2300 પ્રદર્શકો ભાગ

લેશે. આ વખતે 120 હજાર ચોરસ

મીટરથી વધુ પ્રદર્શન જગ્યા હશે. આ વખતે સંકલિત વેપાર મેળામાં 7,500 થી વધુ

આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 15,000 ભારતીય ખરીદદારો અથવા વેપાર મુલાકાતીઓ હાજરી આપશે, જેઓ શો

દરમિયાન હાજર રહેવાની અપેક્ષા છે.”

ઈન્ડસફૂડ એ

એશિયાનું અગ્રણી વાર્ષિક એફ એન્ડ બીવેપાર પ્રદર્શન છે.જેનું આયોજન

ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ભારત સરકારના વાણિજ્ય વિભાગના સહયોગથી

કરવામાં આવે છે. આ પ્રદર્શન 2025માં વધુ એક માઈલસ્ટોન સ્થાપિત કરવા માટે તૈયાર છે. એક

સંકલિત ફાર્મ-ટુ-ફોર્ક ટ્રેડ શો તરીકે, તેની શરૂઆત કરશે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande