એસબીઆઈનો અંદાજ છે કે, 2024-25માં જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા રહેશે
નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ જણાવ્યું હતું કે,” તેણે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાની અપેક્ષા રાખી છે.જે સરકારના 6.4 ટકાના
ાેવગ


નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ

ઈન્ડિયા (એસબીઆઈ) એ જણાવ્યું હતું કે,” તેણે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક

વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાની

અપેક્ષા રાખી છે.જે સરકારના 6.4 ટકાના અંદાજ કરતાં થોડો ઓછો છે.”

એસબીઆઈએ બુધવારે જાહેર કરેલા એક સંશોધન અહેવાલમાં જણાવ્યું

હતું કે,” આર્થિક વૃદ્ધિને અસર કરતા અનેક પડકારોને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં જીડીપીનો 'ડાઉનવર્ડ

પૂર્વગ્રહ' રહેશે. એસબીઆઈનો

જીડીપી અંદાજ પણ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)ના વર્તમાન નાણાકીય વર્ષમાં 6.4 ટકા વૃદ્ધિના

તાજેતરના અંદાજ કરતાં ઓછો છે, જે ચાર વર્ષની નીચી સપાટી છે.”

આના એક દિવસ પહેલા, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે નાણાકીય વર્ષ 2024-25માં ગ્રોસ

ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર 6.4 ટકાના ચાર વર્ષના નીચલા સ્તરે રહેવાનો અંદાજ મૂક્યો છે.

એનએસઓ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,” મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શન

અને નબળા રોકાણને કારણે, ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર ધીમો પડશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande