નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.) હિન્દુસ્થાન સમાચાર બહુભાષી સંવાદ
સમિતિના, પુનરુત્થાન કરનાર શ્રીકાંત જોશીની 12મી પુણ્યતિથિએ બુધવારે રાષ્ટ્રવાદી પત્રકારત્વ:
પડકારો અને ઉકેલો વિષય પર એક સ્મારક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું
હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને હિંદુસ્થાન
સમાચારના સંરક્ષક લક્ષ્મી નારાયણ ભાલા, ભાજપના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલ, સીએસઆર રિસર્ચ
ફાઉન્ડેશનના દીનદયાલ અગ્રવાલ, વરિષ્ઠ સામાજિક કાર્યકર અને હિન્દુસ્થાન સમાચારના ભૂતપૂર્વ
સીઈઓ અનિરુદ્ધ શર્મા, ચાણક્ય વાર્તાના
સંપાદક અમિત જૈન અને પૂર્વ સંપાદક અમિત શાહ હાજર રહ્યા હતા. જેઓ શ્રીકાંત જોશીના
સહયોગી હતા. તેઓએ તેમના વિશેના સંસ્મરણો વાગોળ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન સીએસઆર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા,
પશ્ચિમ વિહાર સ્થિત 'રેડિસન બ્લુ'ના સહયોગથી
કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પત્રકારત્વની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા
કરવામાં આવી હતી અને રાષ્ટ્રવાદી વિચારોને આપવામાં આવતા મહત્વ પર પ્રકાશ પાડવામાં
આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સીએસઆર રિસર્ચ ફાઉન્ડેશનના દીનદયાળ અગ્રવાલે
કર્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રીકાંત જોશીએ,
હિન્દુસ્થાન સમાચાર બહુભાષી સંવાદ સમિતિના પુનરુત્થાનમાં, મહત્વની ભૂમિકા ભજવી છે.
તેમના આશ્રય હેઠળ સંવાદ સમિતિએ, ફરી પોતાને પ્ર-સ્થાપિત કરી હતી. શ્રીકાંત જોશીનું
8 જાન્યુઆરી 2013ના રોજ નિધન થયુ
હતુ.
હિન્દુસ્થાન સમાચાર
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ