રાષ્ટ્રપતિ, ગુરુવારથી મેઘાલય અને ઓડિશાની બે દિવસીય પ્રવાસ પર
નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારથી, મેઘાલય અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ભુવનેશ્વર, ઓડિશામાં આયોજિત ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં હાજરી આ
મુર્મુ


નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારથી,

મેઘાલય અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ

ભુવનેશ્વર, ઓડિશામાં આયોજિત

ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં હાજરી આપશે.

“રાષ્ટ્રપતિ 9 જાન્યુઆરીએ મેઘાલયના ઉમિયામ ખાતે ઉત્તર-પૂર્વીય હિલ

ક્ષેત્ર માટે આઈસીએઆર સંશોધન સંકુલના, સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે.” એમ રાષ્ટ્રપતિ

ભવને બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ 10 જાન્યુઆરીએ ભુવનેશ્વરઓડિશામાં, 18માં પ્રવાસી

ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં હાજરી આપશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર

પ્રદાન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande