શ્રીનગર, નવી દિલ્હી, 08 જાન્યુઆરી
(હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ, જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ
શ્રીનગર-સોનમર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરશે, જેથી સોનમર્ગને
તમામ મોસમનું પ્રવાસન સ્થળ બનાવી શકાય.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઝેડ ટર્ન ટનલ ગગનગીરથી,
સોનમર્ગ સુધીના રસ્તાને બાયપાસ કરશે.જે મુલાકાતીઓ અને
સ્થાનિકોને સમગ્ર વર્ષ દરમિયાન હિલ સ્ટેશનની મુલાકાત લેવાની મંજૂરી આપશે. હાલમાં
ભારે હિમવર્ષા અને હિમસ્ખલનના કારણે, રોડનો ગગનગીર-સોનમાર્ગ સેક્શન અવરોધિત છે. ઝેડમોડ ટનલ એ જમ્મુ
અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં, ગગનગીર અને સોનમર્ગ વચ્ચેની 6.5 કિમી લાંબી 2-લેન રોડ ટનલ છે.
તેનું નામ રોડના ઝેડ-આકારના વિભાગના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેને ટનલમાં
રૂપાંતરિત કરવામાં આવ્યું છે.”
શ્રીનગર-લેહ હાઇવે પરની આ ભૌગોલિક-વ્યૂહાત્મક રીતે
મહત્વપૂર્ણ ટનલ અને અડીને આવેલી ઝોજી-લા ટનલ, બાલતાલ (અમરનાથ ગુફાઓ), કારગિલ અને લદ્દાખ ક્ષેત્રના અન્ય સ્થળોને વર્ષભર
હવામાન-પ્રૂફ કનેક્ટિવિટી પ્રદાન કરશે. સોનમર્ગને ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરવા
ઉપરાંત, ટનલ સ્થાનિક
યુવાનોને રોજગાર આપવામાં મદદ કરશે અને આ વિસ્તારમાં પ્રવાસન અને સંબંધિત
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. તે 31 રોડ ટનલમાંથી એક છે, જેમાંથી 20 જમ્મુ અને કાશ્મીરમાં અને 11 લદ્દાખમાં છે. ટનલનું બાંધકામ 2018માં શરૂ થયું
હતું. 20 ઑક્ટોબર, 2024 ના રોજ, સુરંગના કામદારો
પર આતંકવાદી હુમલો થયો જ્યારે બે આતંકવાદીઓ ગગનગીરમાં કામદારોના કેમ્પમાં
પ્રવેશ્યા. ઝેડમોડ ટનલનું
નિર્માણ કરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના છ બિન-સ્થાનિક કામદારો સહિત સાત નાગરિકો
માર્યા ગયા હતા. હુમલામાં એક સ્થાનિક ડોક્ટરનું પણ મોત થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ