સુત્રાપાડા તાલુકા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલીમાં નવી સિઝન હરરાજીના, શુભારંભ પહેલા વેપારીઓ સાથે બેઠક કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ
ગીર સોમનાથ 13 ઓક્ટોબર (હિ.સ.) સુત્રાપાડા તાલુકા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલી ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને માર્કેટિંગ યાર્ડના આધ્યા સ્થાપક જશા બારડના અધ્યક્ષ સ્થાને વેપારીઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં, નવી સિઝનની હરાજીની શરૂઆત ત
સુત્રાપાડા તાલુકા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલીમાં


ગીર સોમનાથ 13 ઓક્ટોબર (હિ.સ.) સુત્રાપાડા તાલુકા માર્કેટિંગ યાર્ડ પ્રાંસલી ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને માર્કેટિંગ યાર્ડના આધ્યા સ્થાપક જશા બારડના અધ્યક્ષ સ્થાને વેપારીઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં, નવી સિઝનની હરાજીની શરૂઆત તા-14/10/2025 ને મંગળવારથી શરૂ કારવામાં આવશે એવું માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને સંચાલક મંડળની હાજરીમાં નક્કી કરવામાં આવેલ તો સુત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે પોતાના ખેત ઉત્પાદકની જણસી જેવી કે મગફળી, સોયાબીન, તેલીબિયા, બાજરી, ઘઉં, તેમજ અનાજ કઠોળ કપાસ વગેરેની હરરાજી થી વેચવા માટે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં લઈ આવવા માટે અનુરોધ કરવામાં આવે છે.

માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ જાતની કટ-કરાદો કે કોઈપણ કપાત કરવામાં આવતી નથી જેથી ખેડૂતોને પોતાની જણસીનો યોગ્ય અને સારો ભાવ મળવાનો હોય તેમજ ખેડૂતોને ખુલ્લી હરરાજી, ખરો તોલ અને રોકડા નાણાં ચૂકવવામાં આવશે. તેમજ વેપારી ભાઈઓ ઓપન માર્કેટમાં યાર્ડમાં નિયમિત હાજરી આપશે એવું બેઠકમાં નક્કી કરવામાં આવેલ છે. આ બેઠકમાં સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના આધ્યસ્થાપક અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાબારડ, યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટર, શૈલેન્દ્રસિંહ રાઠોડ, દિલીપભાઇ બારડ, પ્રતાપભાઈ પરમાર, એભાભાઈ મેર, તેમજ વેપારીમાં વિરાભાઈ ઝાલા, મુકેશભાઇ ઝાલા, રમેશભાઈ વાઢિયાં, શ્યામભાઇ તન્ના, લખમણભાઈ ચંડેરા, અલીભાઇ મુસાભાઈ એન્ડ કંપની, સિરાજભાઈ નેશનલ એન્ટરપ્રાઇઝ, મેહુલભાઈ વાળા, ભાગાભાઈ વાળા, કરીમભાઇ હાજી, કનકસિંહ પરમાર, ભરતભાઇ બારડ તેમજ યાર્ડના સેક્રેટરી હાર્દિકભાઈ જાદવ, વાળાભાઈ તેમજ કાદુભાઈ સાથે સમગ્ર સ્ટાફ વગેરે બહોળી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અને સર્વે એ નવી સિઝનની ખરીદી માટે ઉસ્તાહ દર્શાવેલ હતો અને ખુડૂતોને પોતાની જણસીનો યોગ્ય ભાવ મળશે તેવી ખાત્રી અને સહમતી દર્શાવેલ હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande