દિવાળી દરમિયાન પાટણ પોલીસની નાગરિકોને સુરક્ષા અંગે અપિલ
પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસ વિભાગે નાગરિકોને ખાસ ચેતવણી અને સલાહ આપી છે. બજારમાં ખરીદી કરતાં સમયે પર્સ, મોબાઈલ અને રોકડ જેવી કીમતી વસ્તુઓ સુરક્ષિત રીતે સાથે રાખવી. ઘરેણાં પહેરીને બહાર ન નીકળવા, વાહનમાં કી
દિવાળી દરમિયાન પાટણ પોલીસની નાગરિકોને સુરક્ષા અંગે અપિલ


દિવાળી દરમિયાન પાટણ પોલીસની નાગરિકોને સુરક્ષા અંગે અપિલ


પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસ વિભાગે નાગરિકોને ખાસ ચેતવણી અને સલાહ આપી છે. બજારમાં ખરીદી કરતાં સમયે પર્સ, મોબાઈલ અને રોકડ જેવી કીમતી વસ્તુઓ સુરક્ષિત રીતે સાથે રાખવી. ઘરેણાં પહેરીને બહાર ન નીકળવા, વાહનમાં કીમતી વસ્તુઓ ન મૂકવી અને વાહન લોક કર્યું છે કે નહીં તેની ખાતરી કરવી. ભીડવાળી જગ્યાએ બાળકો અને પોતાના સામાન પર નજર રાખવી. રિક્ષા, બસ કે ખાનગી વાહનના નંબર નોંધવા અને સહમુસાફર કે ડ્રાઈવર સાથે કીમતી વસ્તુઓ ન મૂકવા પણ સલાહ અપાઈ છે.

બેંક, જ્વેલર્સની દુકાન કે આંગડિયા પેઢી તરફ જતા સમયે કોઈ પીછો કરે તો તરત સતર્ક થવું. અનોખી હરકતો કરતી વ્યક્તિ પર નજર રાખવી. ચોરી, લૂંટ અને છેતરપિંડી અટકાવવા માટે પાટણ પોલીસ દ્વારા ખાસ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો પોલીસને જાણ કરવી.

તહેવારો દરમિયાન ઓનલાઈન ઠગાઈથી બચવા માટે સાવધાની રાખવી. કોઈ અજાણી લિંક કે ઓફર પર ક્લિક ન કરવું, અજાણી વેબસાઇટ પરથી ખરીદી ન કરવી. સાયબર ફ્રોડ સામે પાટણ પોલીસે જાગૃતિ ફેલાવી છે અને નાગરિકોને 1930 નંબર પર સંપર્ક કરવાની સૂચના આપી છે.

દુકાનદારો માટે પોલીસ વિભાગે સીસીટીવી લગાવવાની અને તેનો રેકોર્ડ ઓછામાં ઓછો એક મહિનો સાચવવાની સૂચના આપી છે. દુકાનની અંદર અને બહારના પ્રવેશદ્વાર પર કેમેરા હોવા જોઈએ. માસ્ક પહેરીને કે મોઢું ઢાંકીને આવતા ગ્રાહકો પર ખાસ ધ્યાન રાખવું. કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો ફોટો ખેંચી લેવો. રોકડ અથવા કિંમતી માલ લઈ જતી વખતે GPS ટ્રેકરનો ઉપયોગ કરવો.

પોલીસ મદદ માટે – 112 , સાયબર હેલ્પલાઇન – 1930

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande