સુરત: સરકારી શાળામાં નોન-વેજ પાર્ટી વિવાદ – આચાર્ય સસ્પેન્ડ
સુરત , 13 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 342 અને 351માં તંત્રની પરવાનગી વિના ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ અને નોન-વેજ પાર્ટી યોજાઈ હતી. આ ઘટનાને ગંભીર માનતાં શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર
સરકારી શાળામાં નોન-વેજ પાર્ટી વિવાદ


સુરત , 13 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 342 અને 351માં તંત્રની પરવાનગી વિના ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ અને નોન-વેજ પાર્ટી યોજાઈ હતી. આ ઘટનાને ગંભીર માનતાં શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

માહિતી અનુસાર, શાળામાં 1987 થી 1991 વચ્ચેના ભૂતપૂર્વ વિધાર્થીઓ માટે ગેટ-ટુ-ગેધર યોજાયું હતું, જેમાં ચિકન અને મટન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્કૂલના આચાર્યની હાજરીમાં યોજાયો હતો. નોન-વેજ પીરસવાનો વીડિયો બહાર આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે પરિસરમાં આવેલી માતા સરસ્વતીની મૂર્તિનું મોં ચૂંદડીથી ઢાંકીને નોન-વેજ પીરસવામાં આવ્યું હતું, જે બાબતે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

વિષય સામે આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે, “શાળાએ તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના કાર્યક્રમ યોજ્યો હતો, જે અત્યંત અયોગ્ય છે.” સમિતિની ટીમે આજે શાળા પહોંચીને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ શરૂ કરી છે.

સસ્પેન્ડેડ આચાર્ય પ્રભાકર એલિગેટિને પોતાના બચાવમાં જણાવ્યું કે, “ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શિક્ષકોનું ગેટ-ટુ-ગેધર આયોજન કરાયું હતું, પરંતુ કાર્યક્રમમાં નોન-વેજ પીરસવું અમારી ભૂલ હતી.”

તેલુગુ સમાજના ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે વોચમેન સંતોષભાઈએ જણાવ્યું કે, “સવારે લોકો આવ્યા અને કાર્યક્રમ યોજાયો, નોન-વેજ પણ ખાધું, પરંતુ વિગતવાર મને કંઈ ખબર નથી.”

હાલ આ મામલે તપાસ ચાલુ છે અને શિક્ષણ સમિતિએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવું અયોગ્ય વર્તન કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં સહન કરવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande