કાંતારા ચેપ્ટર 1 એ, બોક્સ ઓફિસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું
નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.) ઋષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 એ, બોક્સ ઓફિસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ફિલ્મની કમાણી ફક્ત સપ્તાહના અંતે જ નહીં પરંતુ અન્ય દિવસોમાં પણ અસાધારણ ગતિએ વધી રહી છે. 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ શરૂઆતથી જ
ફિલ્મ કાંતારા ચેપ્ટર 1નું એક દ્રશ્ય


નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.) ઋષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 એ, બોક્સ ઓફિસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ફિલ્મની કમાણી ફક્ત સપ્તાહના અંતે જ નહીં પરંતુ અન્ય દિવસોમાં પણ અસાધારણ ગતિએ વધી રહી છે. 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ શરૂઆતથી જ થિયેટરોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહી છે. હવે, તાજેતરના આંકડા દર્શાવે છે કે, ફિલ્મની કમાણીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

સેકનિલ્કના અહેવાલ મુજબ, કાંતારા ચેપ્ટર 1 એ મંગળવારે રિલીઝના 13મા દિવસે ₹13.50 કરોડની કમાણી કરી હતી. 12મા દિવસે તેનું કલેક્શન ₹13.35 કરોડ હતું. આમ, ફિલ્મે માત્ર 13 દિવસમાં ₹465.25 કરોડની કમાણી કરી છે. તેની ઝડપથી વધતી કમાણી સાથે, કાંતારા ચેપ્ટર 1 એ ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. તેણે સલમાન ખાનની ટાઈગર 3 (રૂ. 464 કરોડ) અને થલાપતિ વિજયની ધ ગોટ (રૂ. 457 કરોડ) ના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે.

એ જોવાનું બાકી છે કે, શું ફિલ્મ બીજા અઠવાડિયામાં પણ બોક્સ ઓફિસ પર એ જ ગતિએ પ્રભુત્વ જાળવી રાખશે, કે તેની કમાણીમાં થોડો ઘટાડો થશે. તેના પ્રભાવશાળી વ્યવસાય પાછળ, કાંતારા ચેપ્ટર 1 હવે વિકી કૌશલની છાવા પછી 2025 ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande