નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ) જયપુર સ્થિત એડ્વિટ જ્વેલ્સ લિમિટેડે તેના
પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ
તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
મૂડી બજાર નિયમનકાર સેબીસમક્ષ ફાઇલ
કરાયેલા દસ્તાવેજો અનુસાર,
એડ્વિટ જ્વેલ્સ
લિમિટેડનો ₹10 ની ફેસ વેલ્યુ
સાથેનો આઈપીઓએક બુક-બિલ્ડ
ઇશ્યૂ છે જેમાં 13.8 મિલિયન ઇક્વિટી
શેરનો નવો ઇશ્યૂ છે. કંપનીના શેર બીએસઈઅને એનએસઈ પર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે.
કંપનીના જણાવ્યા અનુસાર, “આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમો
અનુસાર, બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જારી કરવામાં આવી રહ્યો છે, જેમાં 50% સુધી લાયક
સંસ્થાકીય ખરીદદારો (ક્યુઆઈબી) માટે, ઓછામાં ઓછા 15% બિન-સંસ્થાકીય રોકાણકારો (એનઆઈઆઈ) માટે અને ઓછામાં
ઓછા 35% છૂટક વ્યક્તિગત
રોકાણકારો (આરઆઇઆઇ) માટે અનામત
રાખવામાં આવ્યા છે.”
એડવીટ જ્વેલ્સ લિમિટેડ ₹65 કરોડના નવા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપનીની વધતી
કાર્યકારી મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા, ₹65 કરોડ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો પાસેથી ચોક્કસ બાકી રહેલા
ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને પૂર્વ ચુકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ
હેતુઓ માટે કરશે. 2019 માં સ્થાપિત, જયપુર સ્થિત એડવીટ
જ્વેલ્સ લિમિટેડ પરંપરાગત અને સમકાલીન હાથથી બનાવેલા ઉત્કૃષ્ટ ઝવેરાતનું ઉત્પાદક
અને રિટેલર છે.જે કુંદન, પોલ્કી, હીરા અને જડાઉ
ઝવેરાતમાં વિશેષતા ધરાવે છે. તેનું બ્રાન્ડ નામ રામભજો છે. આ કંપની વિશ્વભરના
વિવિધ સ્થળોએથી, વિવિધ કલા સ્વરૂપોને એકીકૃત કરીને પ્રતિદિન નવીનતા અને ડિઝાઇનિગ
કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ