સોમનાથઃ માંધાતા ગ્રુપના પ્રમુખ રામભાઈ ચોહાણની પુત્રી ક્રિશ્નાએ ડોકટર બની સમાજનું ગૌરવ વધાર્યું
ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) બાળકોને ભણાવી ગણાવી પગ ભર કરવા આજના દરેક સમાજ અને વાલીઓની ફરજ છે.ત્યારે કોળી સમાજની શિક્ષણ પ્રત્યેની જાગૃતીના ફળ હવે મળવા લાગ્યા હોય તેમ ગીર સોમનાથ માધાતા ગ્રુપના પ્રમુખ અને ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમના પૂર્વ ડિરેકટર ર
ડોકટર બની સમાજનું ગૌરવ વધાર્યું


ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) બાળકોને ભણાવી ગણાવી પગ ભર કરવા આજના દરેક સમાજ અને વાલીઓની ફરજ છે.ત્યારે કોળી સમાજની શિક્ષણ પ્રત્યેની જાગૃતીના ફળ હવે મળવા લાગ્યા હોય તેમ ગીર સોમનાથ માધાતા ગ્રુપના પ્રમુખ અને ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમના પૂર્વ ડિરેકટર રામભાઈ ચૌહાણની પુત્રી ક્રિશ્નાબેને બીએએમએસની ડીગ્રી પ્રાપ્ત કરી ભાઈની જેમજ ડોકટર બની પરિવાર અને કોળી સમાજ નું ગૌરવ વધાર્યું છે.અને જિલ્લામાંનું નામ રોશન કર્યું છે.

ડો. ક્રિશ્ના એ પોતાની મહેનત, સંકલ્પ અને માતા-પિતાના સંસ્કારોથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ દરેક સમાજના માતા-પિતાને દીકરીના શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande