
ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) : ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેલવાડા જીલ્લા પંચાયતસીટનું સ્નેહમિલનઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ ગીર સોમનાથ જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ અને ગીર સોમનાથ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતમાં યોજાયું હતું. ધારાસભ્ય એ સૌ હોદેદારો અને કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. અને નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત સરપંચઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR)* વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેશ ઓઝા, જીલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણીયા, તાલુકા ભાજપ પ્રમુખ હિરેન બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ મકવાણા, સંગઠનના હોદેદારો, સરપંચઓ, આગેવાનઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ