જામનગરમાં વ્યાજનું દુષણ : રૂ.10 લાખ સામે જમીનનો દસ્તાવેજ પડાવી રૂ.15 લાખની માંગ
જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં ફરી એકવાર વ્યાજનું ભૂત ધૂણ્યું છે. શહેરના ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતો એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે. માસિક પાંચ ટકા લેખે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા પછી વ્યાજખોરે જમીનના કાગળો પડાવી લઈ 15 લાખની માંગણી કર
વ્યાજ


જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં ફરી એકવાર વ્યાજનું ભૂત ધૂણ્યું છે. શહેરના ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતો એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે. માસિક પાંચ ટકા લેખે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા પછી વ્યાજખોરે જમીનના કાગળો પડાવી લઈ 15 લાખની માંગણી કર્યાની પોલીસ ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.

જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા સબીર હુસેનભાઈ હમીરકા નામના 42 વર્ષના યુવાને જામનગર શહેર નજીકના મસીતિયા ગામે રહેતાં હાજીભાઇ હમીરભાઇ ખફી નામના શખ્સ પાસેથી રૂપિયા 10 લાખ માસિક પાંચ ટકા લેખે વ્યાજ ઉપર લીધા હતા અને તેનું પહેલાં માસનું 50,000 વ્યાજ પણ ચુકવી દીધું હતું.

આમ છતાં વ્યાજખોરને વ્યાજની રકમની મન ભરાયું ન હતું અને તેણે શબીરભાઇને જે રકમ વ્યાજે આપી છે તેનું લખાણ કરવાના બહાને બોલાવી બળજબરીપૂર્વક યુવાન પાસે રહેલ મેમાણા ગામની જમીનના દસ્તાવેજો પડાવી ને કેટલાક પેપરોમાં સહી કરાવી હતી.

બાદમાં આરોપીએ ફરિયાદીને ફોન કરી ધાકધમકી આપી વધુ 15 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં યુવાને અરોપી સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે વ્યાજખોર હાજી ખફી સામે બીએનએસની કલમ 308(2), 352, 351(2) તથા મનીલેન્ડર્સ એકટ કલમ 5, 39, 40, 42 મુજબ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande