રાજકોટ જિલ્લામાં જસદણ ખાતે કિશોરી મેળો યોજાયો: 100 જેટલી કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરાયું
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ કાર્યરત “સંકલ્પ – District Hub for Empowerment of Women (DHEW)” યોજના અંતર્ગત દીકરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણને કેન્દ્રમાં ર
રાજકોટ જિલ્લામાં જસદણ ખાતે કિશોરી મેળો યોજાયો 100 જેટલી કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરાયું


રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ કાર્યરત “સંકલ્પ – District Hub for Empowerment of Women (DHEW)” યોજના અંતર્ગત દીકરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી “કિશોરી મેળા” નું આયોજન જસદણ સ્થિત શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સક્રિય સહયોગથી સફળતાપૂર્વક યોજાયું હતું. RBSK ટીમ જસદણના મેડિકલ ઓફિસર શીતલ મેણીયા, ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર તથા આશા વર્કરની ટીમે 100 દીકરીઓના વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન ચેક તથા BMI માપ્યુ હતું તેમજ સ્થળ ઉપર જ જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી.

DHEW ટીમ દ્વારા માસિક સ્ત્રાવ અંગે વૈજ્ઞાનિક સમજ, શારીરિક પરિવર્તનો અને સ્વચ્છતાની મહત્તા અંગે વિડિયો દ્વારા સરળ અને અસરકારક સમજૂતી આપવામાં આવી. આ માર્ગદર્શન દીકરીઓમાં આત્મવિશ્વાસ સાથે પોતાની સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના હેઠળ ૧૦૦ કિશોરીઓને હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande