
જૂનાગઢ 20 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ, વર્તમાન સમયમાં લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળતા જાય છે. આપણી દેવ વાણી એટલે કે મુખ્ય ભાષા સંસ્કૃત વિસરાતી જાય છે, માટે બાળકોને અને મોટેરાઓને સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ કેળવાય અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત, ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક નું આજ રોજ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લાની શ્રીમદ ભગવદગીતા યોજના અને સુભાષિત કંઠપાઠ યોજનાઓમાં ભાગ લેનાર તમામે, તાલુકાઓમાં નક્કી થયેલા સમીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહ્યા હતા. જેમા જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, વંથલી, ભેસાણ માટે જાવિયા સ્કૂલિંગ સીસ્ટમ-જૂનાગઢ, નાથજી પાર્ક ઝાંઝરડા ગામ જૂનાગઢમાં આયોજિત કરાયો હતો. વિસાવદર તાલુકામ માટે સરકારી હાઈસ્કૂલ-, બસસ્ટેન્ડ પાછળ, વિસાવદર ખાતે તેમજ કેશોદ, માળીયા હાટીના, માંગરોળ, મેંદરડા તાલુકાઓ માટે ડી.ડી.વિદ્યાલય-કેશોદ,આંબાવાડી કાપડ બજાર-કેશોદ આયોજિત કરવામાં આવેલ હતો.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન અને ગૌરવ વધારવાના ઉમદા હેતુ સાથે શ્રીમદ ભગવદગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજના કાર્યરત કરવામાં આવી છે. જેમા સમગ્ર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આગામી સમયમાં ગીતા જયંતી માં જીલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય ના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ પ્રોગ્રામના જિલ્લા નોડલ ઓફિસર કોકીલાબેન ઉંધાડ અને સહ નોડલ ડો. સુરેશભાઈ મેવાડા એ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ