માળીયાહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળા બની, પ્લાસ્ટિક મુક્ત શાળા
જુનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની છે. વડીયા પે સેન્ટર શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક કિંજલબેન રાઠોડ કે, જેમણે છેલ્લા એક વર્ષથી મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનું અ
માળીયહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળા


જુનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની છે. વડીયા પે સેન્ટર શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક કિંજલબેન રાઠોડ કે, જેમણે છેલ્લા એક વર્ષથી મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.જેમાં શાળાના બાળકો તેમજ આચાર્યશ્રી હમીરભાઈ સિંધવ તેમજ સમગ્ર સ્ટાફની ભાગીદારીથી આ પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન વેગવંતુ બન્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ૧૧૦૦ જેટલી પ્લાસ્ટિકની બોટલ ભેગી કરીને વડીયા પે સેન્ટર શાળાને અને ગામને પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વડીયા પે સેન્ટર શાળાના ધોરણ ૪ થી ૮ ના ૭૦ જેટલા બાળકો દ્વારા ઈકો બ્રિક્સ બોટલ ભેગી કરી શાળાને પોલીથીન, પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે.આજની વૈશ્વિક સમસ્યા છે કે પર્યાવરણને પ્લાસ્ટિકને કઈ રીતે બચાવવું??છેલ્લા એક દાયકામાં પર્યાવરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ખોટા ઉપયોગથી કેન્સર અને એના જેવા ભયંકર રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. .દરિયામાં, નદીમાં,તળાવમાં પોલીથીન તેમજ પ્લાસ્ટિક દેખાય છે . રાજય સરકાર દ્રારા સ્વરછતા હી સેવા અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવી રહયુ છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે બાળકોને પ્લાસ્ટિકના વપરાશથી થતા નુકશાન અંગે માહિતગાર કરવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે.તેમજ બાળકો પોતાના જન્મ દિવસ પર ચોકલેટના બદલે મુઠી અનાજ લાવે અને પક્ષીને ચણ નાખે.જો ઘરે પ્લાસ્ટિક હોય તો માત્ર એક દિવસના પ્રયોગથી નકામી પ્લાસ્ટિકની બોટલમાં નકામું પોલીથીન પ્લાસ્ટિક ભરે અને શાકભાજી લેવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરે એવા ઘરે મેસેજ આપે તેવું મહાઅભિયાન ચાલુ કર્યું હતુ. જેમાં શરૂઆતમાં શાળાના બાળકો જોડાયા અને કુલ ૧૧૦૦ ઇકો બ્રિક્સ બોટલ એકત્ર કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન પ્રયોગ કરતા ધ્યાનમાં આવ્યું કે, ફક્ત એક સ્કૂલના ૨૦૦ બાળકોના એક વર્ષમાં ચોકલેટમાં વાલીઓના ૪૦૦૦૦ રૂપિયાની બચત થઈ અને બાળકો ચોકલેટ ન ખાવાથી દાંત પણ ના બગડ્યા અને બીમાર પણ ના પડ્યા આ સમગ્ર અહેવાલ ધ્યાનમાં રાખી અને સમગ્ર બોટલ બગીચામાં કે રિસાયકલ કરી બ્લોક બનાવી શાળામાં વિવિધ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો.આજે વડીયા પે સેન્ટરના બાળકો પાણીની બોટલ કે લંચ બોક્સ પણ પ્લાસ્ટિકનું લાવતા નથી.

આ અભિયાન સફળ થતા તેમનો સમગ્ર અહેવાલ વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રકોર્ડમાં સબમિટ કરવામાં આવતા, કિંજલબેન દેવચંદભાઈ રાઠોડને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ ના એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande