દિલ્લી–મુંબઈ એક્સપ્રેસવે પર ફરી અકસ્માત, સુરતના બે લોકોનાં મોત
સુરત/વડોદરા, 20 નવેમ્બર (હિ.સ.)-દિલ્લી–મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની શ્રેણી યથાવત છે. સતત બીજા દિવસે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં કારમાં સવાર સુરતના બે લોકોએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા, જ્યારે બે અન્ય લ
सड़क हादसा


સુરત/વડોદરા, 20 નવેમ્બર (હિ.સ.)-દિલ્લી–મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની શ્રેણી યથાવત છે. સતત બીજા દિવસે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં કારમાં સવાર સુરતના બે લોકોએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

બેનાં મોત, બે ઘાયલ – ચારેય સુરતના રહેવાસી

મળી રહેલી માહિતી મુજબ કારમાં ચાર લોકો સવાર હતા, જેમાંથી બેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બાકી બેને ગંભીર ઇજાઓ થતાં તેમને તરત જ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળે છે.

પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતના સંજોગોની તપાસ શરૂ કરી છે.

એક દિવસ પહેલાં પણ બે મજૂરોનાં થયાં હતાં મોત

ઉલ્લેખનીય છે કે, બુધવારે પણ આ જ એક્સપ્રેસવે પર સરસવણી ગામ નજીક મોટો અકસ્માત થયો હતો। રોડ મેન્ટેનન્સનું કામ કરી રહેલા પાંચ મજૂરોમાં એક કાર ઘુસી જતાં બે મજૂરો—દિલીપ દહિયા અને મનોજ કુમાર—ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમનું મોત થયું હતું. ઘટનામાં કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા

બે દિવસમાં ચાર જાનહાનિ થતા દિલ્લી–મુંબઈ એક્સપ્રેસવેની સલામતી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે, ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોમાં વધતી ચિંતા વચ્ચે અધિકારીઓ હાઇવે પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande