પ્રધાનમંત્રી મોદીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું, સંશોધનને આગળ વધારવા માટે હાકલ કરી
નવી દિલ્હી, 3 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને એવા ક્ષેત્રોમાં સંશોધનને આગળ વધારવા માટે હાકલ કરી જ્યાં ભારત વૈશ્વિક સ્તરે નિર્ભર છે. આજે સ
કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 3 નવેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને એવા ક્ષેત્રોમાં સંશોધનને આગળ વધારવા માટે હાકલ કરી જ્યાં ભારત વૈશ્વિક સ્તરે નિર્ભર છે. આજે સવારે પ્રધાનમંત્રી મોદીએ, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટ (ઈએસટીઆઈસી) 2025નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ સભાને પણ સંબોધિત કરી.

પ્રધાનમંત્રીએ દેશમાં સંશોધન અને વિકાસ (આરએન્ડડી) ઇકોસિસ્ટમને વેગ આપવા માટે ₹1 લાખ કરોડના સંશોધન, વિકાસ અને નવીનતા (આરડીઆઈ) યોજના ભંડોળ શરૂ કર્યું. આ યોજનાનો હેતુ દેશમાં ખાનગી ક્ષેત્ર-સંચાલિત આરએન્ડડી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેમની સરકાર સંશોધનને ભંડોળ પૂરું પાડવા અને વૈજ્ઞાનિકોને તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું કે, ભારત હવે ટેકનોલોજીનો ગ્રાહક નથી પરંતુ ટેકનોલોજી દ્વારા પરિવર્તનમાં અગ્રેસર છે. ભારત હવે વૈશ્વિક સ્તરે માનવ-કેન્દ્રિત અને નૈતિક એઆઈ ઉપયોગને આકાર આપી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે વિજ્ઞાનનું સ્તર વધે છે, જ્યારે નવીનતા સમાવેશી બને છે, અને જ્યારે ટેકનોલોજી પ્રેરિત થાય છે, ત્યારે મોટી સફળતાઓનો પાયો નંખાય છે. ભારતે છેલ્લા 10-11 વર્ષોમાં આ દ્રષ્ટિકોણને કાર્યમાં દર્શાવ્યો છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ, સરકારની પ્રથમ નવીનતા-પ્રોત્સાહન લેબ, અટલ ટિંકરિંગ લેબ્સની સંખ્યામાં 25,000 નો વધારો કરવાની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ટેકનોલોજી દ્વારા સમાવેશને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે તેના લાભાર્થીઓ આખરે તેના નેતા બને છે. આ સંદર્ભમાં, તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં મહિલાઓના વધતા યોગદાનની નોંધ લીધી.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande