
કુલગામ, નવી દિલ્હી, 3 નવેમ્બર (હિ.સ.): દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના દમહાલ હાંજીપોરા વન વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બે જૂના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો, અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચોક્કસ ગુપ્ત માહિતી મળ્યા બાદ 9 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, અહમદાબાદ અને નેંગરીપોરા વન વિસ્તારો વચ્ચે બે જૂના ઠેકાણા શોધી કાઢવામાં આવ્યા હતા અને બાદમાં તેમને તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઠેકાણાઓમાંથી ગેસ સિલિન્ડર અને કપડાં સહિત કેટલીક વસ્તુઓ મળી આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ