દલિત યુવકને ગાળો આપનાર અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું
અમરેલી, 4 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં રાજકીય હલચલ મચાવનારી ઘટનાએ ભાજપ સંગઠનમાં તોફાન સર્જ્યું છે. અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણીએ આજે પોતાના હોદ્દેથી રાજીનામું આપ્યું છે. બે દિવસ પહેલાં દલિત યુવક સાથે થયેલી બોલાચાલીમાં ધાનાણીએ ધમકી
દલિત યુવકને ગાળો આપનાર અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનો રાજીનામું


અમરેલી, 4 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં રાજકીય હલચલ મચાવનારી ઘટનાએ ભાજપ સંગઠનમાં તોફાન સર્જ્યું છે. અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણીએ આજે પોતાના હોદ્દેથી રાજીનામું આપ્યું છે. બે દિવસ પહેલાં દલિત યુવક સાથે થયેલી બોલાચાલીમાં ધાનાણીએ ધમકી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેના પગલે દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ચેતન ધાનાણી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ મથકે એ ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે ધાનાણીએ આજે નૈતિક જવાબદારી સ્વીકારી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને લેખિતમાં રાજીનામું પાઠવ્યું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે “પાર્ટીની પ્રતિષ્ઠા અને નૈતિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુસર હું મારી જગ્યાથી રાજીનામું આપી રહ્યો છું.”

દલિત યુવક પ્રત્યે અશોભનીય ભાષાનો પ્રયોગ અને ધમકીભર્યા શબ્દો વાપરવાના વીડિયોઓ તથા ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચરચામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિક દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક સામાજિક સંગઠનો અને દલિત આગેવાનો દ્વારા ધાનાણી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

ભાજપના જિલ્લા નેતૃત્વે આ ઘટનાને ગંભીરતાથી લઈ રિપોર્ટ માંગ્યો હતો. તે પછી ચેતન ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી સૂત્રો મુજબ, ધાનાણીનું રાજીનામું સ્વીકારવામાં આવશે અને આગામી દિવસોમાં નવા તાલુકા પ્રમુખની નિયુક્તિ અંગે નિર્ણય લેવાશે. આ ઘટનાથી અમરેલીના રાજકારણમાં નવી ચર્ચાઓ ઉઠી છે અને ભાજપ સંગઠન માટે આ નૈતિક ધોરણો પર કસોટી સમાન બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande