
પોરબંદર, 4 નવેમ્બર (હિ.સ.) ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય અને ઈઝરાઈલની પોપ્યુલેશન ઈમિગ્રેશન એજન્સી વચ્ચે થયેલ કરાર અંતર્ગત હોમ બેઝ્ડ કેર ગીવર તરીકે કામ કરવા માટે કુલ 5,000જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ન્યૂનતમ 10મું પાસ,ઉંમર મર્યાદા 25 થી 45 વર્ષ,ઓછામાં ઓછી 4.9 ફૂટથી વધુની ઊંચાઈ,45 કિલો કરતા વધુ વજન,ઓછામાં ઓછા 3 વર્ષ સુધી પાસપોર્ટ માન્યતા અને ઈંગ્લીશ ભાષા પરની પકડ વધુ સારી હોવી જોઈએ
ભરતી માટે ઉમેદવારે માન્ય સંસ્થામાથી 990 કલાકનો કેર ગીવિંગ કોર્ષ,એએનએમ, જીએનએમ, બી.એસઈ નર્સિંગ , નર્સિંગ ડિપ્લોમા, ફીજીઓથેરાપી, નર્સ આસિસ્ટન્ટ,મીડવાઇફ જેવા સંબંધિત કોર્ષ ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે અને પગારધોરણ રૂ. 1,61,586 પ્રતિ મહિનો .આ ભરતીમાં 90 ટકા જગ્યાઓ મહિલાઓ માટે તથા 10 ટકા જગ્યાઓ પુરુષો માટે રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya