
સોમનાથ,4 નવેમ્બર (હિ.સ.) ભાજપ વિરુદ્ધ ગીર સોમનાથ માં પણ નારાજગી જોવા મળી છે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભારતીય જનતા પાર્ટી સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.અત્યારે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમારને બ્રહ્મ સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું.
સમાજની માંગ છે કે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં અને પક્ષના સંગઠનમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને અત્યાર સુધી સતત અવગણના થઈ હોવાનો ગંભીર આક્ષેપ.જિલ્લા બ્રહ્મ સમાજે આ ગંભીર મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચાડવા રજૂઆત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ