પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ, આજે બિહાર ચૂંટણી મેદાનમાં
નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બે અગ્રણી સ્ટાર પ્રચારકો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આજે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી બે સ્થળોએ મ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ


નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બે અગ્રણી સ્ટાર પ્રચારકો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આજે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી બે સ્થળોએ મોટી રેલીઓ કરશે, જ્યારે શાહ ત્રણ સ્થળોએ રેલીઓ કરશે. ભાજપે તેના એક્સ હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ચૂંટણી પ્રચારનો સમયપત્રક શેર કર્યું છે.

ભાજપના એક્સ હેન્ડલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સવારે 11:30 વાગ્યે અરરિયામાં અને બપોરે 1:30 વાગ્યે ભાગલપુરમાં ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ઉમેદવારોના સમર્થનમાં જાહેર રેલીઓને સંબોધિત કરશે. આ વખતે, એનડીએ અને ભાજપના નેતાઓ બિહાર ચૂંટણીમાં જંગલ રાજનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે એક જાહેર રેલીમાં જંગલ રાજ માટે વિપક્ષને પણ દોષી ઠેરવ્યો હતો.

તેમણે કહ્યું કે, જંગલરાજના યુગમાં દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ હતું, પરંતુ હવે એવું રહ્યું નથી. રાત્રે પણ દીકરીઓ હોસ્પિટલો, રેલ્વે સ્ટેશનો અને અન્ય ઘણી જગ્યાએ નિર્ભયતાથી કામ કરી રહી છે. બિહારની મહિલાઓ જંગલરાજ સામે દિવાલની જેમ ઉભી છે. તેઓ ક્યારેય જંગલરાજને પાછું ન આવવા દેવા માટે કટિબદ્ધ છે. એટલા માટે જંગલરાજના સમર્થકો બિહારની મહિલાઓને તમામ પ્રકારના ખોટા વચનો આપી રહ્યા છે. ફક્ત એનડીએ જ બિહારમાં વિકાસ લાવી શકે છે. બિહારમાં એનડીએ સરકાર જ બહેનો અને દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે.

એક્સ હેન્ડલ પર શેર કરાયેલી ભાજપની માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી શાહ, બપોરે 12:15 વાગ્યે પશ્ચિમ ચંપારણના બેતિયા ના રામનગરમાં ખૈરવાંટોલા ગ્રાઉન્ડમાં, 45 મિનિટ પછી મોતીહારીના ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ગ્રાઉન્ડમાં અને બપોરે 3 વાગ્યે મધુબનીના બેનીપટ્ટીમાં લીલાધર હાઇ સ્કૂલમાં જાહેર સભાઓને સંબોધિત કરશે. શાહે ગઈકાલે એક જાહેર સભામાં એમ પણ કહ્યું હતું કે, ચંપારણ જિલ્લામાં જંગલરાજ નજીકથી જોવા મળ્યો છે. બિહારની ભૂમિ અપહરણ, ખંડણી અને હત્યા સહિત વિવિધ ગુનાહિત ઘટનાઓથી ભરેલી છે. એ જ જંગલરાજ છુપાયેલા અને અલગ સ્વરૂપમાં પાછા ફરી રહ્યું છે. તેને રોકવાનું તમારા પર નિર્ભર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande