
પટના, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.). બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો માટે આજે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. 3.75 કરોડથી વધુ મતદારો, ઈવીએમ દ્વારા 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ગયા, ઔરંગાબાદ, નવાદા, કૈમુર, રોહતાસ, અરવલ, જહાનાબાદ, પટના, ભોજપુર, બક્સર, નાલંદા, લખીસરાય, શેખપુરા, જમુઈ, મુંગેર, બાંકા, ભાગલપુર અને ખગડીયા જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે તમામ મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. 65,000 થી વધુ મતદાન મથકો પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં સવારથી જ લાંબી કતારો લાગી ગઈ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં બપોર સુધીમાં મતદારોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
હિન્દુસ્થાન સમાચાર/ગોવિંદ ચૌધરી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ