



અંબાજી, 07 નવેમ્બર (હિ.સ) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શકિત ધામ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિ અંતગર્ત ઉજવાઈ રહેલી જનજાતિયગૌરવ યાત્રા નો આરંભ કરાવવા અંબાજી પહોંચ્યા હતા અને યાત્રા પૂર્વે તેમણે અંબાજી મંદિર ખાતે ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા.વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી તથા અગ્રણીઓ અને અધિકારીઓ પણ આ અવસરે જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ અને મંદિર ટ્રસ્ટ ના વહીવટ દાર કૌશિક મોદી એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અંબાજી મંદિરની પ્રતિકૃતિ ભેટ અર્પણ કરી હતી તેમજ અંબાજી ના વિકાસના પ્રોજેક્ટના ચલ ચિત્ર અર્પણ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ