
ગીર સોમનાથ, 7 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્ર ગીત વંદે માતરમ ૧૫૦ વર્ષ પૂર્ણ થયેથી તેના સન્માનમાં સુત્રાપાડા નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે રાષ્ટ્ર ગીત વંદે માતરમ ૧૫૦ વર્ષેની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં રાષ્ટ્ર ગીત વંદે માતરમ નું સામુહિક ગાન કરવામાં આવ્યું તેમજ સ્વદેશી શપથ લેવામાં આવ્યા. જેમાં તાલાલા ધારાસભ્ય ભગાભાઈ બારડ, ગુજરાત સરકાર પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ મસરીભાઈ, સુત્રાપાડા શહેર પ્રમુખ સુરસિંહભાઈ મોરી, સુત્રાપાડા તાલુકા પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ બારડ, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ, સુત્રાપાડા શહેર મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ, મહામંત્રી હરેશભાઇ કામળીયા, સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ અને સુત્રાપાડા કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ