ACAનાં 35માં વર્ષનું સેલિબ્રેશન —“ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ” અને “AACA મીડિયા એવોર્ડસ 2026નું આયોજન
- ગ્રાન્ડ એવોર્ડ નાઈટનું આયોજન 4 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદ ખાતે થશે અમદાવાદ, 7 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA), દ્વારા 35માં વર્ષનું સેલિબ્રેશન —“ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ” અને “AACA મીડિયા એવોર્ડસ 2026નું આય
ACAનાં 35માં વર્ષનું સેલિબ્રેશન —“ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ” અને “AACA મીડિયા એવોર્ડસ 2026નું આયોજન


- ગ્રાન્ડ એવોર્ડ નાઈટનું આયોજન 4 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદ ખાતે થશે

અમદાવાદ, 7 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA), દ્વારા 35માં વર્ષનું સેલિબ્રેશન —“ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ” અને “AACA મીડિયા એવોર્ડસ 2026નું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશનની સ્થાપના વર્ષ 1991માં થઈ હતી, તે આજે 35 વર્ષના સર્જન, સહકાર અને સર્જનાત્મક ઉત્તમતાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે *“ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે — જે ગુજરાતના એડવર્ટાઈઝિંગ અને મીડિયા ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્જનાત્મક સમારોહ બનશે.

ક્રિએટિવ સ્પાર્ક – યુનિવર્સિટી સ્ટુડન્ટસ માટે ક્રિએટિવ કોમ્પિટિશન, સાહિત્ય અને સંચારનું કલા-સંગમ, લેજન્ડ ટોક શો – રાષ્ટ્રીય સ્તરના એડવર્ટાઈઝીંગ નિષ્ણાતો સાથેની ઇન્ટરેક્ટિવ ચર્ચા, એએસીએ મીડિયા એવોર્ડસ 2026 જેમાં પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન/સિનેમા, આઉટડોર અને ડિજિટલ મીડિયામાં સર્જનાત્મક ઉત્કૃષ્ટતાનો સન્માન સમારોહ અને નૅશનલ કૉફી ટેબલ બુક – ગુજરાતની સર્જનાત્મક સિદ્ધિઓનું ડૉક્યુમેન્ટેશન થશે.

AACA મિડિયા એવોર્ડસમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન હવે ઓપન છે! એડવર્ટાઈઝીંગ એજન્સીઓ તેમની એન્ટ્રી ઓનલાઇન www.mediaawards.adcircle.in પર સબમિટ કરી શકે છે

ગ્રાન્ડ એવોર્ડ નાઈટનું આયોજન 4 જાન્યુઆરી,2026ના રોજ અમદાવાદ ખાતે થશે.

ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ ગુજરાત એડવર્ટાઈઝીંગ - મિડીયાની સર્જનાત્મકતા અને ઉત્તમતા માટે સૌથી ભવ્ય સેલિબ્રેશન બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande