
કાઠમંડુ, નવી દિલ્હી, 1 ડિસેમ્બર (હિ.સ.). નેપાળ એરલાઇન્સના ક્રૂ મેમ્બર સંદેશ તિવારીની દોહા પોલીસે સોનાની દાણચોરીના આરોપસર અટકાયત કરી છે. નેપાળ એરલાઇન્સે સોમવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તિવારીને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તિવારી પાસેથી આઠ તોલા સોનું મળી આવ્યું હતું.
નેપાળ એરલાઇન્સના પ્રવક્તા અર્ચના ખડકાએ જણાવ્યું હતું કે, આ ઘટના 29 નવેમ્બરના રોજ બની હતી. ફ્લાઇટ નંબર RA 240 દોહાથી કાઠમંડુ આવવાનું હતું. દોહા એરપોર્ટ કસ્ટમ્સ ચેક દરમિયાન, તિવારીના કબજામાંથી આઠ તોલા સોનું મળી આવ્યું હતું. આ કારણે, ફ્લાઇટને લગભગ 35 મિનિટ માટે રોકી રાખવામાં આવી હતી. નેપાળ એરલાઇન્સના દોહા સ્ટેશન મેનેજર કૃષ્ણ બજગાઈએ આ વાતની પુષ્ટિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ