
નવી દિલ્હી, 26 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે ત્રિપુરા વિધાનસભા અધ્યક્ષ બિસ્વા બંધુ સેનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યું કે, તેમના નિધનથી ત્રિપુરાએ એક અનુભવી જનપ્રતિનિધિ અને સામાજિક કાર્યકર ગુમાવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર સેન સાથેની તેમની મુલાકાતનો જૂનો ફોટો શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, બિસ્વા બંધુ સેનને ત્રિપુરાની પ્રગતિમાં તેમના યોગદાન અને વિવિધ સામાજિક કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે હંમેશા યાદ કરવામાં આવશે.
તેમણે લખ્યું, ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિસ્વા બંધુ સેનના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. ત્રિપુરાના વિકાસ માટેના તેમના પ્રયાસો અને વિવિધ સામાજિક કાર્યો પ્રત્યેના તેમના સમર્પણને હંમેશા યાદ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા વિધાનસભા અધ્યક્ષ બિસ્વા બંધુ સેનનું શુક્રવારે સવારે અવસાન થયું. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ