આંધ્રપ્રદેશમાં ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, બે કોચ બળી ગયા, વૃદ્ધનું મોત
વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી,29 ડિસેમ્બર (હિ.સ.) આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના યલામાંચીલી રેલ્વે સ્ટેશન પર રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી. બે કોચ ગંભીર રીતે દાઝી ગયા. આ
ટ્રેન  -આગ


વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી,29 ડિસેમ્બર

(હિ.સ.) આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના યલામાંચીલી રેલ્વે સ્ટેશન પર રવિવારે

રાત્રે લગભગ 1 વાગ્યે

ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી. બે કોચ ગંભીર રીતે દાઝી ગયા. આ

અકસ્માતમાં 70 વર્ષીય

વ્યક્તિનું મોત થયું. તેનું ઓળખ વિજયવાડાના સુંદર તરીકે થઈ છે. આગની જ્વાળાઓ જોયા

બાદ લોકો પાયલોટે સ્ટેશન પર ટ્રેન રોકી દીધી.

દક્ષિણ મધ્ય રેલ્વેએ પુષ્ટિ આપી છે કે,” એર્નાકુલમ (18189) એક્સપ્રેસ

ટ્રેનના કોચ બી-1 માં આગ લાગી

હતી. ત્યારબાદ રેલ્વે સ્ટાફે બાકીના કોચને ટ્રેનમાંથી અલગ કરી દીધા. ટ્રેન

જમશેદપુરથી કેરળના એર્નાકુલમ જઈ રહી હતી. આ અકસ્માત વિશાખાપટ્ટનમથી લગભગ 66 કિમી દૂર થયો

હતો.”

અનાકાપલ્લીના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ ઘટનાસ્થળનું

નિરીક્ષણ કર્યું. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. બચી ગયેલા મુસાફરોની

તબીબી તપાસ કરવામાં આવી હતી, અને તેમને બીજી ટ્રેન દ્વારા એર્નાકુલમ મોકલવાની વ્યવસ્થા

કરવામાં આવી હતી. સિંહાએ જણાવ્યું હતું કે,” ફોરેન્સિક ટીમો હાલમાં આગના કારણની

તપાસ કરી રહી છે. એફએસએલરિપોર્ટ આવ્યા પછી સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ થશે.”

કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે,” તીવ્ર આગ અને

ધુમાડાને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. કોચની બારીઓ તોડીને મુસાફરોને

સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ પહેલા કોટ પેન્ટ્રી કારની બાજુમાં

આવેલા કોચ બી-1 માં લાગી હતી.

ત્યારબાદ આગ કોચ એમ-2 માં ફેલાઈ ગઈ

હતી. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં કોચ બી-1 અને એમ-2 સંપૂર્ણપણે લપેટાઈ ગયા હતા. મુસાફરોએ પહેલાથી જ કોચ ખાલી

કરાવી દીધા હતા. આગને કારણે સ્ટેશન પર આશરે 2,000 મુસાફરો ફસાયા હતા. અધિકારીઓએ પરિસ્થિતિનું મૂલ્યાંકન

કર્યું છે, અને પરિસ્થિતિ

હવે સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / મુકુંદ / જીતેન્દ્ર

તિવારી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande