ચમોલી ઘટના અંગે રેલવેએ સ્પષ્ટતા જાહેર કરી
નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ.). રેલવે મંત્રાલયે, બુધવારે ઉત્તરાખંડના ચમોલી અંગે વિવિધ સમાચાર ચેનલો પર પ્રસારિત થયેલા અહેવાલો અંગે સ્પષ્ટતા જાહેર કરી. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, ચમોલીમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે ટનલના નિર્માણ દરમિયાન સ્થાનિક પરિ
ભારતીય રેલ્વે


નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ.). રેલવે મંત્રાલયે, બુધવારે ઉત્તરાખંડના ચમોલી અંગે વિવિધ સમાચાર ચેનલો પર પ્રસારિત થયેલા અહેવાલો અંગે સ્પષ્ટતા જાહેર કરી.

મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, ચમોલીમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે ટનલના નિર્માણ દરમિયાન સ્થાનિક પરિવહન પ્રણાલીના ભાગ રૂપે ઉપયોગમાં લેવાતી ટ્રોલી સાથે આ ઘટના બની હતી અને તેનો ભારતીય રેલ્વે સાથે કોઈ સંબંધ નથી.

રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, ન્યૂઝ ચેનલોમાં જે ટ્રેનનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે ભારતીય રેલ્વે ટ્રેન નથી. તે પ્રોજેક્ટ ટીમ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્થાનિક પરિવહન પ્રણાલીનો એક ભાગ છે. મંત્રાલયે, જનતાને આ ઘટના અંગે ભ્રામક અહેવાલોને અવગણવા અને તથ્યો પર આધારિત માહિતી મેળવવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande