
કાઠમંડુ, નવી દિલ્હી,8 ડિસેમ્બર
(હિ.સ.) ભારતના ગોવામાં એક નાઇટક્લબમાં ભીષણ આગમાં, ચાર નેપાળી નાગરિકોના મોત થયા
છે. નવી દિલ્હીમાં નેપાળી દૂતાવાસ, ગોવા સરકાર સાથે સંકલન કરીને મૃતદેહોને નેપાળ
મોકલવા માટે કામ કરી રહ્યું છે.
ભારતમાં નેપાળના રાજદૂત ડૉ. શંકર શર્માએ ટેલિફોન દ્વારા
જણાવ્યું હતું કે,” ગોવા સરકારને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા, ચાર નેપાળી
નાગરિકોના મૃત્યુ અંગે માહિતી મળી છે.” તેમણે જણાવ્યું હતું કે,” જરૂરી કાનૂની
પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તમામ મૃતદેહોને નેપાળ મોકલવાની તૈયારી કરવામાં આવશે.”
નેપાળી દૂતાવાસના જણાવ્યા અનુસાર,”અત્યાર સુધીમાં ચાર મૃતકોમાંથી બેની સંપૂર્ણ ઓળખ થઈ ગઈ છે.
બે મૃતકોના નામ ઓળખાઈ ગયા છે, પરંતુ તેમના સરનામાં શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.”
ભારતમાં નેપાળના રાજદૂત ડૉ. શર્માએ જણાવ્યું હતું કે,”
મૃતકો, ચુર્ણ બહાદુર પુન
અને વિવેક કટવાલ, બંને ઝાપા
જિલ્લાના છે. તેવી જ રીતે,
મૃતક નેપાળી
નાગરિકો, સુદીપ અને સબીનના
સરનામાં મળ્યા નથી. નેપાળમાં ગૃહ મંત્રાલય પાસેથી માહિતી એકત્રિત કરવાના પ્રયાસો
ચાલી રહ્યા છે.”
ગોવાના અર્પોરા વિસ્તારમાં શનિવારે, મધ્યરાત્રિએ એક
નાઈટક્લબમાં લાગેલી આગમાં કુલ 25 લોકોના મોત થયા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે
મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને
ઘાયલોને 50,000 રૂપિયાની રાહત
રકમની જાહેરાત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ