મહાકુંભ નગર,નવી દિલ્હી,13 ફેબ્રુઆરી
(હિ.સ.) ગુરુવારે મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી આગની બે ઘટનાઓ બની. પહેલી ઘટના
નાગવાસુકી, બિંદુ માધવ મંદિર
રોડ પર સ્થિત પોલીસ લાઇન કેમ્પમાં બની હતી. ફાયર બ્રિગેડ અહીં પહોંચી ત્યાં
સુધીમાં બે કોટેઝ બળીને રાખ થઈ ગઈ હતી.
બીજી ઘટના સેક્ટર 18, હરિશ્ચંદ્ર
માર્ગમાં બાબા સીતારામ પંડાલની બાજુમાં ગણેશ ધામ ઉજ્જૈન આશ્રમના પંડાલમાં બની હતી.
અહીં બાબા ત્રિલોચન દાસની કોટેઝ બળીને રાખ થઈ ગઈ હતી.જોકે ફાયર
વિભાગની તત્પરતાને કારણે, આગ વધુ ગંભીર સ્વરૂપ લઈ શકી નહીં. કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય કે, સ્પાર્કને
કારણે, જોકે, કોઈ મોટું નુકસાન
થયું નથી.
હિન્દુસ્થાન સમાચાર / વેદ નારાયણ મિશ્ર / રાજેશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ