પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન, 15 અને 16 ફેબ્રુઆરીએ બંધ રહેશે
મહાકુંભ નગર, નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન 15 અને 16 ફેબ્રુઆરીએ બંધ રહેશે. આ સંદર્ભમાં, પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમાર માંધાડે એક પત્ર જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મહાકુંભ માટે જિલ્લામાં મોટી સંખ્યામાં શ
પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન


મહાકુંભ નગર, નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન 15 અને 16 ફેબ્રુઆરીએ બંધ રહેશે. આ સંદર્ભમાં, પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમાર માંધાડે એક પત્ર જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મહાકુંભ માટે જિલ્લામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, શ્રદ્ધાળુઓની યોગ્ય, સલામત અને સુવ્યવસ્થિત અવરજવર માટે, અઠવાડિયાના છેલ્લા દિવસોમાં, એટલે કે 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશનથી મુસાફરોની અવરજવર બંધ કરવી જરૂરી છે. તેથી, 15 અને 16 ફેબ્રુઆરીના રોજ સંગમ સ્ટેશન બંધ રાખવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભમાં, ડીએમએ ઉત્તરી રેલ્વેના જનરલ મેનેજર, બરોડા હાઉસ, નવી દિલ્હી, એડીજી પ્રયાગરાજ, ઉત્તર મધ્ય રેલ્વેના ઝોન અને ડિવિઝન મેનેજરો તેમજ વિભાગીય કમિશનર, પ્રયાગરાજ, પોલીસ કમિશનર, ડીઆઈજી અને પોલીસ અધિક્ષક, રેલ્વે, પ્રયાગરાજ મેળા અધિકારી અને એસએસપી કુંભ મેળાને, પત્ર મોકલીને સંગમ રેલ્વે સ્ટેશન બંધ કરવાની માહિતી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / વેદ નારાયણ મિશ્ર / રાજેશ કુમાર તિવારી / સી.પી. સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande