નવી દિલ્હી, ૧૩ ફેબ્રુઆરી (હિ.સ). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, 15 ફેબ્રુઆરીએ જમ્મુમાં શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટી (એસએમવીડીયુ) ના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, 15 ફેબ્રુઆરીએ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર) ની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ, શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટી કેમ્પસના માતૃકા ઓડિટોરિયમમાં મુખ્ય અતિથિ તરીકે 10મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર અને ભૈરોંજી મંદિરની પણ મુલાકાત લેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ