ઇમ્ફાલ, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.)
મણિપુરના રાજ્યપાલની અપીલ બાદ, ચુરાચાંદપુર અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લોકોએ, જિલ્લા પોલીસ, આસામ રાઇફલ્સ અને
સીઆરપીએફ દ્વારા હાથ ધરવામાં આવેલા જનજાગૃતિ પ્રયાસના ભાગ રૂપે સતત બીજા દિવસે
સ્વેચ્છાએ શસ્ત્રો અને દારૂગોળો સમર્પણ કર્યો.
પોલીસે રવિવારે જણાવ્યું હતું કે,” ચુરાચાંદપુર જિલ્લામાં
કુલ 16 હથિયારો અને દારૂગોળો સમર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ૦1 એમ-16 રાઈફલ, 1 સાત .62 એમએમ
એસએલઆર રાઈફલ, ૦2 એકે-47 રાઈફલ, ૦૩ આઈએનએસએએસ
રાઈફલ, ૦2 એમ-79 અંડર
બેરલ ગ્રેનેડ લોન્ચર, ૦1 નવ એમએમ
કાર્બાઇન મશીનગન, ૦1 પંચાવન એમએમ
મોર્ટાર, ૦૩ .૩૦૩ રાઈફલ, ૦2 સિંગલ બેરલ
રાઈફલ, 64 જિલેટીન સ્ટીક, 1૦ રાઉન્ડ 6૦
એમએમ પમ્પી (સ્વયં-નિર્મિત મોર્ટાર) દારૂગોળો, 17 રાઉન્ડ એકે દારૂગોળો, 4૦ રાઉન્ડ 5.56 એમએમ રાઈફલ દારૂગોળો અને ૦૩ રાઉન્ડ 9 એમએમ
કેલિબર દારૂગોળો શામેલ છે.
તે જ સમયે, ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં 01 હથિયાર અને મોટી માત્રામાં દારૂગોળો સમર્પણ
કરવામાં આવ્યો હતો.જેમાં મેગેઝિન સાથે 01સીએમસી કાર્બાઇન, 06 બે ઇંચ મોર્ટાર શેલ, 5.56×30એમએમ દારૂગોળાના 1200 રાઉન્ડ અને .22 કેલિબર
દારૂગોળાના 2200 રાઉન્ડનો સમાવેશ
થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ