(ઇન્ટરવ્યૂ) હાર્વર્ડ બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટની આંતરદૃષ્ટિ - મહાકુંભ એ આધ્યાત્મિકતા અને વ્યૂહાત્મક નેતૃત્વનો સંગમ છે.
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.) નેતૃત્વની કસોટી ઘણીવાર ઉચ્ચ દબાણવાળા વાતાવરણમાં થાય છે, જ્યાં અનુકૂલનક્ષમતા, સુગમતા અને દ્રષ્ટિ મહત્વપૂર્ણ હોય છે. મહાકુંભ મેળા જેટલી આ ગુણોને, ઊંડાણપૂર્વક પ્રતિબિંબિત કરતી ઘટનાઓ દુ
કુંભ


નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.) નેતૃત્વની કસોટી ઘણીવાર ઉચ્ચ દબાણવાળા

વાતાવરણમાં થાય છે, જ્યાં

અનુકૂલનક્ષમતા, સુગમતા અને

દ્રષ્ટિ મહત્વપૂર્ણ હોય છે. મહાકુંભ મેળા જેટલી આ ગુણોને, ઊંડાણપૂર્વક પ્રતિબિંબિત

કરતી ઘટનાઓ દુનિયામાં બહુ ઓછી હોય છે, જેમકે વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો

એટલે મહાકુંભ. આવા કાર્યક્રમનું સંચાલન કરવા માટે માત્ર લોજિસ્ટિકલ કુશળતા જ નહીં, પણ ઊંડી

સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સૂઝની પણ જરૂર પડે છે.

હિન્દુસ્થાન સમાચરે મહાકુંભના આયોજન અંગે હાર્વર્ડ બિઝનેસ

સ્કૂલ પબ્લિશિંગના સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના પ્રાદેશિક નિર્દેશક પ્રદીપ કુમાર સાથે,

ખાસ વાતચીત કરી છે. પ્રદીપ કુમાર માર્શલ ગોલ્ડસ્મિથ સર્ટિફાઇડ કોચ અને સર્ટિફાઇડ

લાઇફકોચ છે. તેમને નેતૃત્વ અને માઇન્ડફુલનેસમાં ઊંડો રસ છે. પ્રદીપ પ્રાચીન એશિયન

સાહિત્યમાં નેતૃત્વના વિષયો પર ચિંતન કરવામાં પોતાનો સમય વિતાવે છે. તેઓ સાપ્તાહિક

ભગવદ ગીતા, શ્રીમદ્ ભાગવતમ, ભક્તિ યોગ અને

માઇન્ડફુલનેસ વર્ગો પણ ચલાવે છે. વધુમાં, તેઓ સામાજિક સાહસિકો માટે મફત કોચિંગ માટે દર વર્ષે પાંચ

દિવસ સમર્પિત કરે છે.જેમાં નેતૃત્વ, વ્યૂહાત્મક વિચારસરણી, બિઝનેસ મોડેલ કેનવાસ, નવીનતા અને ભાવનાત્મક બુદ્ધિમત્તા પર ધ્યાન કેન્દ્રિત

કરવામાં આવે છે.

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાતે પ્રદીપને નેતૃત્વ

વિશે, ઊંડી સમજ આપી. તે અનુકૂલન, નમ્રતા અને દ્રષ્ટિકોણ પર આધારિત છે. આ વાતચીત દ્વારા તેઓ

પ્રાચીન શાણપણને આધુનિક નેતૃત્વ સિદ્ધાંતો સાથે જોડતા અમૂલ્ય પાઠ શેર કરે છે.

પ્રદીપ કુમાર સાથેની વાતચીતના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

પ્રશ્ન: તમે તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં હાજરી

આપી હતી. તમને કોણે પ્રેરણા આપી?

પ્રદીપ કુમાર: મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક

મેળાવડો છે અને હું તેના વિશાળ કદ, સાંસ્કૃતિક ઊંડાણ અને લોજિસ્ટિકલ તેજસ્વીતાથી આશ્ચર્યચકિત

થઈ ગયો. નેતૃત્વ અને સ્થિતિસ્થાપકતામાં ઊંડો રસ ધરાવતા વ્યક્તિ તરીકે, હું આટલા મોટા

કાર્યક્રમનું સંચાલન કેવી રીતે થાય છે તેનો અનુભવ કરવા માંગતો હતો, તેમજ આ પવિત્ર

યાત્રાધામમાંથી વ્યક્તિગત વિકાસ મેળવવા માંગતો હતો. પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળો, માયાના

આવરણથી ઢંકાયેલા છે. જ્યારે આપણે માયાનુ આ આવરણ (દેખીતી ગંદકી અને અગવડતા) થી આગળ

વધીને ભગવાનની પ્રશંસા કરીએ છીએ ત્યારે ધામની દયા અને પરોપકાર પ્રગટ થાય છે.

પ્રશ્ન: તમે ઉલ્લેખ કર્યો છે કે, જીવનના પડકારોને

સ્વીકારવાથી અર્થપૂર્ણ અનુભવો થઈ શકે છે. મહાકુંભ દરમિયાન આ માનસિકતા તમને કેવી

રીતે મદદ કરી?

પ્રદીપ કુમાર: જીવન સ્વાભાવિક રીતે મુશ્કેલ છે તે ઓળખવાથી

આપણને નિરાશાથી આગળ વધવામાં અને સ્પષ્ટતા સાથે પડકારોનો સામનો કરવામાં મદદ મળે છે.

મહાકુંભમાં, વિશાળ ભીડ, લાંબા ચાલવાના

અંતર અને ભારે સામાન થકવી નાખે તેવા હોઈ શકે છે. જોકે, આ મુશ્કેલીઓ માટે

માનસિક રીતે તૈયાર રહેવાથી મને આ અનુભવમાં સંપૂર્ણપણે ડૂબી જવાની અને તેના

આધ્યાત્મિક અને નેતૃત્વના પાઠની કદર કરવાની તક મળી.

પ્રશ્ન: તમે 'સેવામાં વિનમ્રતા' ને નેતૃત્વના મુખ્ય પાઠ તરીકે પ્રકાશિત કર્યું. શું તમે આ

અંગે વિગતવાર જણાવી શકો છો?

પ્રદીપ કુમાર: ઇસ્કોન અને પરમાર્થ નિકેતન કેમ્પના

સ્વયંસેવકોએ, સંપૂર્ણ સમર્પણ સાથે અથાક મહેનત કરી, દરરોજ હજારો યાત્રાળુઓની સેવા કરી. આ સેવક

નેતૃત્વનું એક અદ્ભુત ઉદાહરણ હતું. બીજાઓને પ્રથમ સ્થાન આપવું અને સહાનુભૂતિથી

નેતૃત્વ કરવું. આ માનસિકતા અપનાવનારા નેતાઓ, તેમની ટીમોમાં ઊંડો વિશ્વાસ, વફાદારી અને

સહિયારી પ્રતિબદ્ધતા કેળવે છે.

પ્રશ્ન: મહાકુંભ મેળાને ઘણીવાર 'પોપ-અપ શહેર' તરીકે વર્ણવવામાં

આવે છે. આનું આયોજન કરવાથી નેતૃત્વ વિશે કઈ સમજ મેળવી શકાય?

પ્રદીપ કુમાર: આ કાર્યક્રમ 1૦,૦૦૦ એકરમાં

ફેલાયેલો છે, લાખો લોકોને

આકર્ષે છે અને ૧.૬ લાખ તંબુઓ, ૪૦૦ કિલોમીટરના રસ્તાઓ, ૩૦ પોન્ટૂન પુલ અને ૧.૫ લાખ શૌચાલય સહિત, કામચલાઉ માળખાકીય

સુવિધાઓની જરૂર છે. શહેરી આયોજનના આ સ્તર માટે દૂરંદેશી, અનુકૂલનક્ષમતા

અને સંસાધન ઑપ્ટિમાઇઝેશનની જરૂર છે. સૌથી મોટો પાઠ એ છે કે, કંઈપણ કાયમી નથી એવી

લાગણીને સ્વીકારવી - એકવાર ઘટના પૂરી થઈ જાય પછી, બધું જ ખતમ થઈ જાય છે, જે મનમાં એક અલગ

જ લાગણી છોડી જાય છે. જેમ ભગવદ ગીતામાં શીખવવામાં આવ્યું છે. નેતાઓએ અમલીકરણમાં

શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યારે સમજવું જોઈએ કે પરિવર્તન અનિવાર્ય છે.

પ્રશ્ન: મહાકુંભ નેતૃત્વમાં, દ્રષ્ટિકોણનું મહત્વ કેવી રીતે

દર્શાવે છે?

પ્રદીપ કુમાર: આટલા મોટા કાર્યક્રમમાં, નાની અસુવિધાઓ -

જેમ કે બોટ સવારી માટે ઊંચા ભાડા - નિરાશાજનક લાગી શકે છે. જોકે, મોટા આર્થિક

સંદર્ભને જોતાં અને જીવનમાં એકવાર જોવા મળતો આ અનુભવ, આપણો દ્રષ્ટિકોણ બદલી નાખે

છે. મોટા ચિત્રને જોવું અને તમારી ટીમને મોટા મિશન સાથે ગોઠવવાથી નેતાઓને ટૂંકા

ગાળાના અવરોધોને, સ્થિતિસ્થાપકતા સાથે દૂર કરવામાં મદદ મળે છે.

પ્રશ્ન: મહાકુંભ જેવા મોટા પાયે કાર્યક્રમોના સંચાલનમાં,

સુગમતા શું ભૂમિકા ભજવે છે?

પ્રદીપ કુમાર: મહાકુંભ અણધાર્યા સંજોગોમાં ચાલે છે - ભારે

ભીડ, ભારે હવામાન અને

ગતિશીલ માર્ગો - છતાં આ કાર્યક્રમ તેના આશાવાદી, ઉકેલ-લક્ષી અભિગમને કારણે સરળતાથી ચાલે છે.

તેવી જ રીતે, નેતૃત્વમાં, ધ્યાન કે પ્રેરણા

ગુમાવ્યા વિના પડકારોનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતા અને સકારાત્મક માનસિકતા

મહત્વપૂર્ણ છે.

પ્રશ્ન: સમાવિષ્ટતા એ બીજો મુખ્ય વિષય છે, જે તમે જોયો.

નેતાઓ સંગઠનોમાં સાંસ્કૃતિક યોગ્યતાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે?

પ્રદીપ કુમાર: મહાકુંભ વિવિધ ભાષાઓ, પ્રદેશો અને

પૃષ્ઠભૂમિના લોકોને એકસાથે લાવે છેએક સામાન્ય

આધ્યાત્મિક હેતુ હેઠળ એક થાય છે. આ સાબિત કરે છે કે, એક સમાવિષ્ટ વાતાવરણને

પ્રોત્સાહન આપવાથી, જ્યાં વિવિધ

દ્રષ્ટિકોણનું મૂલ્ય હોય છે, તે સમુદાયના સંબંધોને મજબૂત બનાવે છે. પરસ્પર આદર અને

સાંસ્કૃતિક સંવાદિતાને પ્રોત્સાહન આપતા નેતાઓ એવા કાર્યસ્થળોનું નિર્માણ કરે છે,

જ્યાં નવીનતાઓ સાથે મળીને કામ કરે છે.

પ્રશ્ન: તમે કહ્યું કે, મહાકુંભનો સાચો સાર તેના અમૂર્ત

પાસાઓમાં રહેલો છે. શું તમે આ અંગે વિગતવાર જણાવી શકો છો?

પ્રદીપ કુમાર: જ્યારે લોજિસ્ટિક્સ પ્રભાવશાળી છે, મહાકુંભની

વાસ્તવિક શક્તિ શ્રદ્ધા, સહિયારી ભક્તિ

અને સામૂહિક હેતુમાં રહેલી છે. નેતૃત્વમાં, આનો અર્થ એ છે કે, એક સંસ્કૃતિ, હેતુ અને

મૂલ્યોનું નિર્માણ કરવું જે તાત્કાલિક લક્ષ્યો અથવા નફાથી આગળ લાંબા ગાળાની

સફળતાને પ્રોત્સાહન આપે.

પ્રશ્ન: છેલ્લે, આ અનુભવમાંથી તમને કઈ વ્યક્તિગત નેતૃત્વમાં અંતર્દ્રષ્ટિની

સમજ મળી?

પ્રદીપ કુમાર: મહાકુંભે પુષ્ટિ આપી કે, એકવાર કઠોરતા

સ્વીકારાઈ જાય પછી, તે અસાધારણ

વૃદ્ધિ તરફ દોરી શકે છે. વાસ્તવિક અપેક્ષાઓ રાખવી - પડકારો આવશે તે જાણવું અને

અનુકૂલનક્ષમતા મહત્વપૂર્ણ છે. આપણને સ્થિર હૃદયથી મુશ્કેલીઓનો સામનો કરવાની મંજૂરી

આપે છે. તે સ્વીકૃતિમાં, આપણે શ્રેષ્ઠતા

શોધીએ છીએ, મુશ્કેલ

પરિસ્થિતિઓને સમૃદ્ધ અનુભવોમાં ફેરવીએ છીએ.

મહાકુંભ મેળો ફક્ત એક આધ્યાત્મિક મેળાવડાથી પણ વધારે છે. આ

નેતૃત્વનું જીવંત ઉદાહરણ છે. સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનક્ષમતાથી લઈને સેવા અને

સમાવેશકતા સુધી, આ કાર્યક્રમ

નેતાઓ દરરોજ સામનો કરતા પડકારો અને વિજયોને પ્રકાશિત કરે છે. પ્રદીપ કુમારની

આંતરદૃષ્ટિ આપણને યાદ અપાવે છે કે, સાચું નેતૃત્વ મુશ્કેલીઓને સ્વીકારવા, સહિયારા હેતુને

પ્રોત્સાહન આપવા અને અનુભવોમાંથી સતત શીખવા વિશે છે.

એવી દુનિયામાં જ્યાં દ્રષ્ટિ અને અમલ બંનેની જરૂર હોય છે, મહાકુંભ એવા

કાલાતીત પાઠ આપે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.

જ્યારે મુશ્કેલીને સ્વીકારવામાં આવે છે, ત્યારે તે અસાધારણ વિકાસની તકમાં ફેરવાય છે. મહાકુંભ

મેળામાંથી આ અંતિમ નેતૃત્વનો પાઠ છે.

ઇન્ટરવ્યુઅર - ઇન્દ્રાણી સરકાર એસોસિયેટ એડિટર (હિન્દુસ્થાન

સમાચાર/અંગ્રેજી ડેસ્ક) અનુવાદ- અનુપ

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande