- આ હોસ્પિટલ
બાગેશ્વર ધામ જન સેવા સમિતિ દ્વારા, 218 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે.
- પ્રધાનમંત્રી
સાંજે ભોપાલ પહોંચશે, ભાજપના ધારાસભ્યો
અને અધિકારીઓ સાથે વાતચીત કરશે
ભોપાલ, નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે (રવિવારે) મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન, છતરપુર
જિલ્લાના ગઢા (રાજનગર) ગામમાં બાગેશ્વર ધામ જન સેવા સમિતિ દ્વારા બાંધવામાં આવનાર
બાલાજી મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (કેન્સર હોસ્પિટલ)નો શિલાન્યાસ
કરશે. આ પછી પ્રધાનમંત્રી ભોપાલ પહોંચશે અને અહીં ભાજપના અધિકારીઓ, પાર્ટીના સાંસદો
અને ધારાસભ્યો સાથે વાતચીત કરશે.
આ સંદર્ભે, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના જણાવ્યા અનુસાર,”વડાપ્રધાન મોદી
બપોરે 12:30 વાગ્યે ખાસ
વિમાન દ્વારા દિલ્હીથી ખજુરાહો, એરપોર્ટ પર પહોંચશે અને અહીંથી તેઓ બપોરે 1 વાગ્યે
હેલિકોપ્ટર દ્વારા બાગેશ્વર ધામ પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અહીં 218 કરોડ રૂપિયાના
ખર્ચે બનનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરશે.”
પ્રધાનમંત્રી મોદીએ, પોતે એક દિવસ પહેલા સોશિયલ મીડિયા
દ્વારા કહ્યું હતું કે,” આગામી બે દિવસ મધ્યપ્રદેશના વિકાસ માટે સમર્પિત રહેશે. આ
સંદર્ભમાં, 23 ફેબ્રુઆરીએ
બપોરે 2 વાગ્યે, હું છતરપુરમાં
બાગેશ્વર ધામ મેડિકલ અને સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરીશ. હું 24 ફેબ્રુઆરીના રોજ
સવારે 10 વાગ્યે ભોપાલમાં
ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું શુભારંભ પણ કરીશ.”
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે,” બાગેશ્વર ધામમાં એક
ખાસ કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે. આ માટે ૧૦.૯૨૫ હેક્ટર જમીન ઓળખવામાં આવી છે.
૩૬ મહિનામાં કેન્સર હોસ્પિટલ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. તેના પ્રથમ
તબક્કામાં, 100 પથારીની સુવિધા
હશે.જેમાં ગરીબ
કેન્સરના દર્દીઓને આધુનિક મશીનો અને નિષ્ણાત ડોકટરોની મદદથી મફત સારવાર આપવામાં
આવશે. તેનું નામ બાગેશ્વર ધામ મેડિકલ સાયન્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ સેન્ટર હશે. આ
હોસ્પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે સમર્પિત રહેશે.”
જાહેર સભાને પણ સંબોધિત કરશે-
વડાપ્રધાન મોદી લગભગ એક કલાક બાગેશ્વર ધામમાં રોકાશે. તેઓ
જનતાને પણ સંબોધિત કરશે. જાહેર સભા માટે એક વિશાળ ગુંબજ બનાવવામાં આવ્યો છે. પોલીસ
અધિક્ષક આગમ જૈને જણાવ્યું હતું કે,” સુરક્ષા માટે 2500 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ભોપાલથી પણ વધારાના દળો બોલાવવામાં આવ્યા છે.”
પ્રધાનમંત્રી ભોપાલમાં ધારાસભ્યો સાથે ચર્ચા કરશે-
પ્રધાનમંત્રી મોદી બપોરે 2:15 વાગ્યે ખજુરાહો એરપોર્ટ પહોંચશે અને 2:30 વાગ્યે ભોપાલ
જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદી સાંજે રાજ્યના તમામ સાંસદો, ધારાસભ્યો અને
અધિકારીઓ સાથે ચર્ચા કરશે. જનપ્રતિનિધિઓ સાથેની આ ચર્ચા કુશાભાઉ ઠાકરે
ઓડિટોરિયમમાં થશે. અહીં રાત્રિભોજન પછી, પ્રધાનમંત્રી દિલ્હી જવા રવાના થશે.
પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે, કાર્યકરોમાં ઉત્સાહ:
વિષ્ણુ દત્ત શર્મા
ભાજપના પ્રદેશ પ્રમુખ વિષ્ણુદત્ત શર્માએ જણાવ્યું હતું કે,”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશાભાઉ ઠાકરે સભાગૃહમાં પક્ષના અધિકારીઓ અને
સાંસદો-ધારાસભ્યો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે, પાર્ટીના
કાર્યકરોમાં ઉત્સાહ છે. ભોપાલ પહોંચતા પહેલા, પ્રધાનમંત્રી મોદી બાગેશ્વર ધામ ખાતે કેન્સર હોસ્પિટલનો
શિલાન્યાસ કરશે. 24 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી
ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / ડૉ. મયંક ચતુર્વેદી /
સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ