પૂંછ, નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અનેક સ્થળોએ સુરક્ષા દળોએ સોમવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેથી ગયા વર્ષે સરહદ પારથી આ બાજુથી ઘૂસણખોરી કરવામાં સફળ રહેલા આતંકવાદીઓને મારી શકાય અથવા તેમની ધરપકડ કરી શકાય. એવું માનવામાં આવે છે કે, તેઓ ઊંચાઈવાળા વિસ્તારોમાં ગાઢ જંગલોમાં છુપાયેલા છે.
શંકાસ્પદ હિલચાલની માહિતીના આધારે, સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનોએ સંયુક્ત રીતે ગુરસાઈમાં ફમરનાર, કિકર મોડ, જબદાન ગલી અને હરની, મેંઢરમાં બ્રેલા અને કસ્બાલારી અને સુરનકોટમાં બાફલિયાજ જંગલ વિસ્તારોને ઘેરી લીધા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અંતિમ અહેવાલ મળે ત્યાં સુધી શોધખોળ કામગીરી ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ