પાટણમાં ગાંજા અને અફીણના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદ અને દંડ
પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી જીવણજી સરતાનજી ઠાકોરને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવાની સ્થિતિમાં વધુ સાદી કેદની સજા થશે. આ કેસ સાત વર્ષ
પાટણમાં ગાંજા અને અફીણના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદ અને દંડ


પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી જીવણજી સરતાનજી ઠાકોરને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવાની સ્થિતિમાં વધુ સાદી કેદની સજા થશે. આ કેસ સાત વર્ષ જૂનો છે.

23-2-2019ના રોજ હારીજ તાલુકાના પિપલાણા ગામમાં પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપીના ખેતરમાંથી એરંડાની વચ્ચે ઉગાડેલા ગાંજા અને અફીણના છોડ મળી આવ્યા હતા. 115 કોથળામાં 1079,400 કિ.ગ્રા. ગાંજો, જેમની કિંમત રૂ. 64.76 લાખ, અને 9 કોથળામાં 113.200 કિ.ગ્રા. અફીણ, જેમની કિંમત રૂ. 5.66 લાખ, તે જપ્ત કરવામાં આવ્યા હતા.

ફોરેન્સિક તપાસમાં આ જથ્થો નશાકારક દ્રવ્યનો હોવાનું સાબિત થયું હતું. હારીજ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીએ પ્રતિબંધિત નાર્કોટિક્સ પદાર્થનું વાવેતર કરી ગંભીર ગુનો કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande