સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.)
કલા દ્વારા આરાધનાના ‘સોમનાથ મહોત્સવ’ના પ્રથમ દિવસે પદ્મવિભૂષણથી સન્માનિત ડો. સોનલ માનસિંહે સોમનાથનો ઈતિહાસ તાદ્રશ્ય કરાવતા ‘હર હર મહાદેવ’ નાટકની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાસભર આ પ્રસ્તુતિને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ માણી હતી.
ભગવાન સોમનાથના ઈતિહાસ અને મહાદેવના જીવન-કવનને પ્રતિબિંબિત કરતું અદ્વિતીય નૃત્ય-નાટક 'હર હર મહાદેવ’ની પ્રસ્તુતિમાં ભગવાન શિવની મહાગાથાનું આલેખન કરાયું હતું.
ભક્તિ, સંગીત અને વાર્તા કથનના માધ્યમથી ‘ગંગા અવતરણ’, ‘શિવ તાંડવ’ સહિતની રચનાઓથી ડો. સોનલ માનસિંહ અને સમગ્ર ટીમે શિવ સ્વરૂપને જીવંત બનાવ્યું હતું.
આ તકે, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનવાજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે .ડી પરમાર, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, અગ્રણી સર્વ ઝવેરી ઠકરાર, મહેન્દ્ર પીઠિયા, રાજશી જોટવા, માનસિં પરમાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ