ગીર સોમનાથ પ્રવાસન સ્થળોનો વિકાસ આસ્થાળુઓની અનન્ય શ્રધ્ધાની સંસ્કૃતિને પોષવા માટે મહત્વપૂર્ણ- પ્રવાસન મંત્રીમૂળુ બેરા
ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ મહોત્સવના પ્રારંભ અવસરે પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કલા દ્વારા આરાધના થકી શિવત્વની દૈવીય ચેતના લોકો સુધી પહોંચી છે. ભગવાન શિવ આદિયોગી છે. શિવ આસ્
સોમનાથ મહોત્સવના અવસરના પારંભે


ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.)

સોમનાથ મહોત્સવના પ્રારંભ અવસરે પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કલા દ્વારા આરાધના થકી શિવત્વની દૈવીય ચેતના લોકો સુધી પહોંચી છે. ભગવાન શિવ આદિયોગી છે. શિવ આસ્થા માત્ર માન્યતા નથી, ભારતીય જીવનશૈલી છે. શિવ નટરાજ છે, શિવ ભક્તિમાં નૃત્યની પરંપરા વિશિષ્ટ રહી છે, જેનું સાક્ષી મંદિરનું પ્રાચીન નૃત્ય મંડપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વેગ મળ્યો છે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પણ સોમનાથ-તમિલ સંગમ, મહાકુંભમાં જતાં લોકો માટે પેવેલિયનનું આયોજન કરી ધાર્મિક પ્રવાસનના વિકાસ માટેનું કાર્ય થયું છે. ત્યારે યાત્રાધામોના વિકાસ થકી પ્રવાસન સ્થળોને વધુ વિકસાવવાનું કાર્ય કરી રાજય સરકાર લાખો આસ્થાળુઓની અનન્ય શ્રધ્ધાની સંસ્કૃતિને પોષવા માટે યોગદાન આપી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande