પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામમાં રહેતા ચંદ્રિકાબેન બચુજી ઠાકોર ઉ.વ 22 મંગળવારે વહેલી સવારે પ્રસુતિનો દુખાવો થતાં આશા વર્કર બહેને 108 ઈમરજન્સીને જાણ કરતા સિદ્ધપુર 108 કર્મી ધીરેન્દ્ર સોલંકી અને પાયલોટ સંજય રાવળ ત્વરિત ઘટના સ્થળે પહોંચી પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સમાં ચેક કરતા ટૂંક સમયમાં પ્રસુતિ થવાની હોવાનું જણાતા ઇમરજન્સી ફિઝિશિયન (ઇ.આર.સી.પી) સલાહ મુજબ સારવાર ચાલુ કરી ત્યારબાદ ૬:૩૭ કલાકે લક્ષ્મી રૂપે બાળકીને જન્મ આપ્યો હતો.બાળકી અને માતાને સારવાર આપતા આપતા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ધારપુર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોએ 108 ના સ્ટાફ ઇએમટી ધીરેન્દ્રભાઈ અને પાયલોટ સંજય રાવળનો આભાર વ્યક્ત કર્યો હતો
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર