કલા દ્વારા આરાધનાના સોમનાથ મહોત્સવમાં સૂર્યા ગાયત્રીના શિવ તાંડવે માહોલમાં જોશ ભરી દીધું
ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.) કલા દ્વારા આરાધનાના સોમનાથ મહોત્સવ માં પ્રથમ રાત્રીએ યુવા ગાયિકા સૂર્યા ગાયત્રીએ ગણેશ સ્તુતિ તેમજ શિવ તાંડવની જોશભરી પ્રસ્તુતિ કરીને વાતાવરણને આંદોલિત કરી દીધું હતું. આરોહ, અવરોહ સાથે શાસ્ત્રીય ગાયનની આ અદ્ભુત પ્રસ્
સોમનાથ સૂર્ય ગાયત્રી


ગીર સોમનાથ 25 ફેબ્રુઆરી (હિ.સ.)

કલા દ્વારા આરાધનાના સોમનાથ મહોત્સવ માં પ્રથમ રાત્રીએ યુવા ગાયિકા સૂર્યા ગાયત્રીએ ગણેશ સ્તુતિ તેમજ શિવ તાંડવની જોશભરી પ્રસ્તુતિ કરીને વાતાવરણને આંદોલિત કરી દીધું હતું.

આરોહ, અવરોહ સાથે શાસ્ત્રીય ગાયનની આ અદ્ભુત પ્રસ્તુતિ સાંભળીને ઉપસ્થિત લોકો રીતસર મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande