દેહરાદૂન, નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી (હિ.સ.)
38મી રાષ્ટ્રીય રમતોમાં કર્ણાટક 42 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે. કર્ણાટકે
અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 10 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ
જીત્યા છે.
સર્વિસીસ ૩૮ મેડલ (૧૯ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૯ બ્રોન્ઝ) સાથે બીજા ક્રમે છે.
મહારાષ્ટ્રે અત્યાર સુધીમાં, સૌથી વધુ મેડલ જીત્યા છે. એટલે કે 61, જેમાં 15 ગોલ્ડ, 26 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલનો
સમાવેશ થાય છે, જે કુલ મેડલની
સંખ્યાની દ્રષ્ટિએ તે અગ્રેસર છે, પરંતુ સૌથી ઓછા ગોલ્ડ મેડલને કારણે, તે ત્રીજા સ્થાને છે.
મણિપુર ૧૧ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ સાથે ચોથા સ્થાને રહ્યું છે.જ્યારે
મધ્યપ્રદેશ ૧૦ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૫
બ્રોન્ઝ મેડલ સાથે પાંચમા સ્થાને રહ્યું છે.
હરિયાણા, તમિલનાડુ અને દિલ્હીએ પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
હરિયાણાએ 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ
જીતીને કુલ 33 મેડલ મેળવ્યા છે.જ્યારે તમિલનાડુએ
9 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ
સાથે 34 મેડલ મેળવ્યા
છે.
આ વખતે ગેમ્સનું આયોજન કરી રહેલા ઉત્તરાખંડે, અત્યાર
સુધીમાં ફક્ત 1 ગોલ્ડ, 7 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ
જીતીને કુલ 17 મેડલ જીત્યા છે.જેનાથી તે 19મા સ્થાને છે.
રાષ્ટ્રીય રમતમાં અત્યાર સુધીનો આ રોમાંચક પ્રદર્શન દર્શાવે
છે કે, વિવિધ રાજ્ય અને સંઘીય ટીમો તેમના ખેલાડીઓના ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન સાથે
આગળ વધી રહી છે. આગામી થોડા દિવસોમાં મેડલ ટેલીમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ