રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત, અનેક દિગ્ગજોએ મતદાન કર્યું
નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી (હિ.સ.) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત ઘણા મોટા નામોએ મતદાન કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યા
દિલ્હી


નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી (હિ.સ.) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન

શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત ઘણા મોટા નામોએ મતદાન કર્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલય

(પ્રેસિડેન્ટ એસ્ટેટ, નવી દિલ્હી) ખાતે,

મતદાન કરીને લોકશાહીની ઉજવણીમાં ભાગ લીધો.

મતદાન કરનારા અન્ય મોટા નામોમાં, વિદેશ મંત્રી જયશંકર અને

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, આર્મી ચીફ જનરલ

ઉપેન્દ્ર દ્વિવેદી, ડેપ્યુટી એનએસએ

પંકજ કુમાર સિંહ, કાલકાજી વિધાનસભા

મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા, નવી દિલ્હી

વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત વગેરેએ મતદાન કર્યું છે.

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર. એલિસ વાઝ એ, દિલ્હીના લોકોને

અપીલ કરી છે કે, કૃપા કરીને બહાર આવો અને તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા માટે

મતદાન કરો.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની 70 બેઠકો માટે, સાંજે 6 વાગ્યા સુધી 1.56 કરોડ મતદાતાઓ

મતદાન કરી શકશે. આ માટે, લગભગ 13 હજાર મતદાન મથકો

બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અયોધ્યામાં મિલ્કીપુર અને તમિલનાડુમાં ઇરોડ

પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે.

દિલ્હીમાં ઇન્ડી ગઠબંધનના છેડા છુટી ગયા ...

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના તાંતણા, તૂટી ગયા

છે. આ ગઠબંધનનો ભાગ રહેલા પાંચ પક્ષો લોકસભા ચૂંટણીમાં, એકબીજા સામે ચૂંટણી લડી

રહ્યા છે. આમાંથી, આમ આદમી પાર્ટી

અને કોંગ્રેસ બધી 70 બેઠકો પર

આમને-સામને છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ છ બેઠકો પર, સીપીએમ અને

સીપીઆઈ-એમએલએ બે-બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટી

(ભાજપ) 68 બેઠકો પર ચૂંટણી

લડી રહી છે.

ગઠબંધન પક્ષોને બે બેઠકો આપવામાં આવી છે. આમાં જનતા

દળ-યુનાઇટેડએ બુરાડીથી અને લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસે, દેવલી બેઠક પરથી ઉમેદવાર

ઉતાર્યો છે. ભાજપનો સાથી પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, મહારાષ્ટ્રમાં 30 બેઠકો પર ચૂંટણી

લડી રહ્યો છે. શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધી

બેઠકો પર ભાજપને ટેકો આપ્યો છે. બહુજન સમાજ પાર્ટી 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને અસદુદ્દીન

ઓવૈસીની, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન 12 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande