નોઈડામાં ત્રણ શાળાઓને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગૌતમ બુદ્ધ નગર, નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી (હિ.સ.) ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના નોઈડામાં આવેલી ત્રણ ખાનગી શાળાઓને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પછી પોલીસ પ્રશાસન અને વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. બોમ્બ ડિસ્પોઝલ
બોંબ


ગૌતમ બુદ્ધ નગર, નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી

(હિ.સ.) ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના નોઈડામાં આવેલી ત્રણ ખાનગી

શાળાઓને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

આ પછી પોલીસ પ્રશાસન અને વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. બોમ્બ

ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે.

શાળાઓ ખાલી કરાવવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, “નોઈડાની ત્રણ ખાનગી શાળાઓ, હેરિટેજ, મયુર સ્કૂલ અને

સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલને, આજે સવારે ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

હતી. આ પછી પોલીસ પ્રશાસન અને બાળકોના માતા-પિતામાં ગભરાટ ફેલાઈ ગયો. નિવારણ ટુકડી

સાથે મોટી સંખ્યામાં પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસ, ફાયર બ્રિગેડ અને

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે. અત્યાર સુધી કોઈપણ શાળામાં કોઈ

વાંધાજનક વસ્તુ મળી નથી.”

હિન્દુસ્થાન સમાચાર / ફરમાન અલી / દીપક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande